Loading Please Wait !!!
TRB-GRDને CPની લાલ આંખ

વાહન રોકવા, ચેકિંગ અંગે સ્પષ્ટ મૌખિક સુચનાની ચર્ચા

મનફાવે તેમ વાહન રોકશો નહીં?

ટ્રાફિક નિયમના અમલ માટે જનતા સાથે યોગ્ય વર્તન જાળવવા પર ભાર

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા વાહનચાલકોને રોકવા, દસ્તાવેજો ચેક કરવા અને નિયમભંગના નામે થતી કથિત હેરાનગતિ અંગે છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે પોલીસ તંત્ર દ્વારા હવે TRB અને GRD સહિતના જવાનોની કામગીરી અંગે કડકાઈ દાખવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ગઈકાલે રાત્રે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ કોમ્બિંગ કામગીરી શરૂ થાય તે પહેલાં યોજાયેલા રોલકોલ દરમિયાન અધિકારીઓને આ અંગે મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી મુજબ, TRB અને GRDના જવાનો દ્વારા વાહન રોકવા, વાહનચેકિંગ કરવા તથા પોતાની ફરજ અને સત્તાની મર્યાદા અંગે સ્પષ્ટતા સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જોકે આ અંગે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર લેખિત આદેશ જાહેર થયો છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી હજુ બાકી છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી સૂચના આપવામાં આવી હોય તો તેનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાની સાથે સામાન્ય નાગરિકો સાથે બિનજરૂરી ધર્ષણ કે ગેરવર્તન ન થાય તેવો હોવાનું માનવામાં આવે છે. આ સમય મુદો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક બ્રિગેડિયર દ્વારા ખોટી રીતે રોકવા, કંગાળત કરવા અને સત્તાની મર્યાદા અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો વિરોધ નહીં, પરંતુ નિયમોના અમલની પદ્ધતિ, માનવબળની તૈનાતી અને સામાન્ય લોકો સાથેના વર્તન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જો કડક સૂચના આપી હોય તો આ બાબત ચોક્કસ આવકારદાયક છે: રોહિતસિંહ રાજપૂત

ટ્રાફિક બ્રિગેડિયરોની કામગીરી અંગે છેલ્લા કેટલાક સમયથી સામાન્ય નાગરિકો તરફથી જે ફરિયાદો અને રજૂઆતો મળી રહી હતી, તેને અમે જવાબદાર વિપક્ષ તરીકે પોલીસ તંત્ર સમક્ષ મૂકી હતી. જો આ રજૂાતોને ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓ તરફથી TRB જવાનોને પોતાની સત્તા-મર્યાદામાં રહી કામગીરી કરવા અને નાગરિકોને બિનજરૂરી હેરાગ ન ન થાય તે અંગે કડક સૂચના અપાઈ હોવ તો આ બાબત ચોક્કસ આવકારદાયક છે, આ શ્રિયોનો રજૂઆત શ્રેય લેવાનો અમારો કોઈ ઇરાદો નથી, અમારો હેતુ માત્ર એટલો છે કે રાજકોટની જનતાને શ્રિયાઓના નામે બિનજરૂરી પરેશાની ન થાય, પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને સમાન જળવાઈ રહે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી બને, જનતાના હિતમાં કોઈ સકારાત્મક સુધારો થાય તો તેનો સ્વાગત કરશો એ જ સાચી લોકશાહી છે.