Loading Please Wait !!!
હવે હાઈ-વે પર એમ્બ્યુલન્સ 10 મિનિટમાં ન પહોંચી તો 5000નો દંડ

સિટી ન્યૂઝ @ નવી દિલ્હી

નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષાને લઈ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગી ઈમરજન્સી સુવિધાઓ માટે નિયમ વધુ કડક બનાવ્યા છે. હવે રસ્તા પર અકસ્માત પછી એમ્બ્યુલન્સને પહોંચવામાં મોડું થયું તો મોટો દંડ ફટકારવામાં આવશે. NHAIએ ઈમરજન્સી રિપોન્સ ટાઈમ લઈએ એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જેના હેઠળ એમ્બ્યુલન્સને અકસ્માતની જાણકારી મળતા જ ૧૦ મિનિટની અંદર ઘટના સ્થળ પર પહોંચવાનું રહેશે. નવી વ્યવસ્થા હેઠળ ઇમરજન્સી ટિકિટ મળ્યા પછી એફ મિનિટની અંદર સ્વીકાર કરવો જરૂરી બનશે, જો ઇમરજન્સીમાં મોડું કર્યું તો, ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ટિકિટ સ્વીકાર કર્યા પછી એમ્બ્યુલન્સને ઓછામાં ઓછી ૨ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચવાનું રહેશે. આ સમય મર્યાદાથી વધુ વિલંબના દરેક વધારાના મિનિટ માટે ૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ પણ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા કોન્ટ્રાક્ટરો અને એમ્બ્યુલન્સ સંચાલકો પર પણ દંડ લગાવવામાં આવશે. NHAI દ્વારા આ પગલું અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાના હેતુથી લેવામાં આવ્યું છે. અકસ્માત પછીનો પહેલો કલાક ખાસ કરીને મહત્વપૂર્ણ ગામવામાં આવે છે.

જો ઘાયલ વ્યક્તિને આ "ગોલ્ડન અવર" દરમિયાન સારવાર મળે, તો તેમના બચવાની શક્યતા વધી જાય છે. નવા નિયમમાં અકસ્માતના સ્થળે પહોંચવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જો દુર્ઘટના એમ્બ્યુલન્સના લોકેશનથી ૧૦ કિલોમીટરની અંદર છે. તો ટિકિટ સ્વીકાર ફાયના ઓછામાં ઓછી ૧૦ મિનિટમાં ઘટના સ્થળે પહોંચવાનું રહેશે, ૧૦ કિલોમીટરથી વધારે અંતરના હિસાબથી પ્રતિક્રિયા સમય વધારવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ GPS અને NHAI Care Dashboard દ્વારા કરવામાં આવશે. વધુમાં, ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટિકિટ સ્વીકાર્યાના એક કલાકની અંદર પીડિતને લઈ જવો આવશ્યક છે. આ સમયમર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ૧૦,૦૦૦ નો વધારાનો દંડ થશે. ઇમરજન્સી ટિકિટ સ્વીકારવાનો ઇનકાર કરવાથી ૧૦,૦૦૦ નો દંડ પણ થાય છે.

NHAIએ આપાતકાલીન પ્રતિક્રિયા વ્યવસ્થા (Emergency Response System)ને ટ્રેક કરવા માટે એમ્બ્યુલન્સ કેબ અને પેટ્રોલિંગ પાહનોમાં AIS-૧૪૦ સુસંગત GPS અને IoT સિમથી સજ્જ Android ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ વાહનો માટે NHAI કેર એપ પણ ફરજિયાત બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ, ખરાબ GPS કામગીરી અને ઘણા વાહનો ઓફલાઈન હોવાને કારણે પ્રતિક્રિયામાં સમયમાં વિલંબ થતો હતો. આ સિવાય ૨૪ કલાક કામ કરનારી કેન્દ્રિય કોલ સેન્ટર અને ડોક્ટરી દેખરેખમાં ટ્રેચ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. એપ અથવા જીપીએસનો ઉપયોગ ન કરવા પર ૨,૫૦૦ રૂપિયા પ્રતિદિવસ અને ઉપકરણ કે કર્મચારીઓના સ્ટાફની અચત જોવા મળે તો ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.