Loading Please Wait !!!
જેતપુરમાં તોડબાજ બોગસ પત્રકારોની ગેંગનો પર્દાફાશ

  • ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારી અને ન્યૂઝ ચેનલના પત્રકાર બનીને ઉદ્યોગકારોને ધમકાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારી અને ન્યૂઝ ચેનલના પત્રકાર બનીને ઉદ્યોગકારોને ધમકાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી બોગસ પત્રકારોની ગેંગનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ ડીઆઈજીની સ્પષ્ટ અને કડક સૂચના બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુના નોંધાયા છે, જેમાં કુલ પાંચ જેટલા કહેવાતા પત્રકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથથ ઘટનામાં જેતપુરનાં 'ખોડીયાર પ્રોસેસ' નામનું સાડી પ્રોસેસિંગ યુનિટ ચલાવતા નવીનચંદ્ર ડોબરીયાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ફેક્ટરી પર આવી અજય જાદવ નામના શખસે પોતાને સોશિયલ મીડિયા ન્યૂઝનો પત્રકાર અને વિજય વર્મા નામના ઇસમે GPCBનો અધિકારી હોવાની ઓળખ આપી હતી. બંનેએ કારખાનું બંધ કરાવવાની અને લાખોનો દંડ ફટકારવાની ધમકી આપી ડર બતાવી ફરિયાદી પાસેથી રૂ. ૩૦ હજાર કઢાવી લીધા હતા.
 
જ્યારે બીજો કિસ્સો જૂનાગઢના ઉદ્યોગકાર મહેશભાઈ ગજેરા સાથે બન્યો હતો, જેમાં હેમંત રોકવા, રાકેશ પીઠડીયા અને વિજય વર્મા નામના ત્રણ તોડબાજોએ સરકારી ફરિયાદો કરવાની ધમકી આપી રૂ. ૫૦ હજારની તોડબાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ DIGની સૂચનાથી આવા ખંડણીખોરો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે બે ગુના દાખલ કરાયા છે. હું તમામ ઉદ્યોગકારોને અપીલ કરું છું કે જો કોઈ પત્રકાર કે અધિકારીના નામે ધમકી આપી તોડબાજી કરે કે પૈસા માંગે, તો સંકોચ રાખ્યા વિના તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે અમારી ઓફિસનો સંપર્ક કરો, અચ્યુ ત્વરિત અને સખત પગલાં ભરીશું.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પત્રકારત્વના નામે કલંકરૂપ આવા તત્વો પ્રદૂષણ બોર્ડ અને અન્ય વિભાગોના નામે ભય ફેલાવીને ગેરકાયદે પૈસા પડાવે છે.
 
પોલીસે ઉદ્યોગકારોને જાગૃત રહેવા સૂચના આપી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ તપાસ કે ન્યૂઝના બહાને આવે તો સૌપ્રથમ તેનું અધિકૃત ID કાર્ડ ચકાસવું અને કોઈને પણ રોકડા નાણાં ન આપતા તુરંત જ ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવી. તંજું ઝૂંબેશ તેજ કરી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.