DCP નકુમની બદલી થવી જોઈએ: ગુજરાત હાઈકોર્ટ
આરોપીઓને માર મારવા મુદ્દે સુનાવણી: કોર્ટ હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર ગંભીરતા સમજી પગલાં લેશે: સરકારી વકીલ
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી
સુરતમાં ૧૩ જુલાઈએ DCP રાજદીપસિંહ નકુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પર આજે (૧૪ ઓગસ્ટ)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કડક વલણ અપનાવતાં હાઈકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ.સરકારી વકીલે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. હાઈકોર્ટ સરકારી વકીલની આ રજૂઆત ગ્રાહ રાખીને વધુ સુનાવણી આગામી શુક્રવાર પર મુલતવી રાખી છે.
સરકારી વકીલે રજૂઆત કરી કે ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશરે એડિશનલ સીપી (ક્રાઈમ)ને આ ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેના પર હાઈકોર્ટે ટકોર કરી કે, આ માત્ર પ્રાથમિક તપાસ છે. ડીસીપી ઘટનાસ્થળે હાજર હતા અને વીડિયો વાઇરલ થયા હોવાથી ઘટનાનો ઇનકાર થઈ શકે નહીં. જો અધિકારી તે જ જગ્યા પર રહેશે તો નીચેના કર્મચારીઓ તેની વિરુદ્ધ બોલી શક્શે નહીં.કોર્ટ મિત્રએ જણાવ્યું કે, આ સબંધે અગાઉ બે સક્યુલર નીકળ્યા છે. એક ૨૦૧૯નો છે, જેમાં આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવું, હાથકડી પહેરાવવી, જનતા સામે દેખાવો કરવો વગેરે ઉપર પ્રતિબંધ છે. ૨૦૧૮માં હાઈકોર્ટમાં અરજી ફાઈલ થઈ હતી, રાજ્યમાં ૧૦ ઘટના બની હતી. આ સક્યુલરથી હાઈકોર્ટને સંતોષ થતા અરજીનો નિકાલ થયો હતો. પરંતુ કરી વર્ષ ૨૦૨૨માં ખેડામાં આવો બનાવ બન્યો હતો, જેમાં કન્ટેમ્ટ અરજી દાખલ થતા જવાબદાર પોલીસ કર્મચારીઓને સજા કરાઈ હતી. પરંતુ તેની સુનાવણીની ચર્ચા દરમિયાન એક સક્યુલર જાહેર કરાયો હતો, જે મુજબ પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉદ્ધક બેઠક કરાવવા, ધૂંટીઓથી ચલાવવા, દોરડાથી બાંધવા, માફી મંગાવવી, વગેરે ઉપર પ્રતિબંધ છે. વધુમાં ઉમેર્યું કે, આવું કરનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના માટે DYSP, ACP, DCP, JCP અને CP જેવા અધિકારીઓ જવાબદાર રહેશે.