Loading Please Wait !!!
શ્રાવણના પ્રથમ સોમવારે શહેરના વોર્ડ 4માં પાણીકાપ

  • 17 ઓગસ્ટે 100થી વધુ સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે
  • ઓછા દબાણની ફરિયાદો દૂર કરવા 300 મી.મી.નું નવું જોડાણ

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રવણોમાસે શ્રાવણનાં પ્રથમ સોમવારે વધુ એક પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ઈસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર ૪ની ૧૦૦ કરતા વધુ સોસાયટીમાં ૧૭ ઓગસ્ટના રોજ પાણી વિતરણ બંધ રહેશે. બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફ જતી ૬૦૦ મી.મી.ની રાઈઝિંગ મેઈન લાઈનમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ અર્થે મેઈન લાઈનમાં ૩૦૦ મી.મી. ડાયામીટરનું નવું જોડાણ લેવાની કામગીરી હાથ ધરવાની હોવાથી ૧૭ ઓગસ્ટે ૧ દિવસ શટડાઉન રાખવાના નિર્ણય લેવાતા આ વિસ્તારમાં રહેતા હજારો લોકો તરસ્યા રહેશે.

પ્રાપ્ત વિગત મુજબ ૧૭ ઓગસ્ટનાં શટડાઉનને કારણે બેડી હેડવર્ક્સ અને ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળ આવતી અનેક નાની-મોટી સોસાયટી તથા વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. પૂર્વ ઝોનના સીટી એન્જિનિયરનાં જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થતા બાદ જ વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી આપી શકાશે. શટડાઉનને પગલે નાગરિકોને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા માટે મનપા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

બેડી હેડવર્ક્સ હેઠળના વિસ્તારો: વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેન્સી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, સીધી વિનાયક પાર્ક, ઓગ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવેન્યુ, ધનશ્યામ નગર, આનંદ એવન્યુ, સેટલાઈટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્થા વેન્ટીલા, ઈન્દ્રપ્રસ્થ ૧ અને ૨, વૈદિક વિહાર, બ્રહ્માણી પાર્ક ૧ અને ૨, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર ૧ અને ૨, જય ગુરુદેવ પાર્ક, પંચવતી સોસાયટી, વ્રજભૂમિ રેસીડેન્સી, શ્રી રેસીડેન્સી, રિયાન રેસીડેન્સી, રાજમોતી રેસીડેન્સી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેન્સી, જયસન પાર્ક, રોયલ રેસીડેન્સી, સંગીતા પાર્ક, ૫૪/૧-૨-૩, ૨૫ વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવેન્યુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશ નગર, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેંસી, કલ્પતરુ, શિવ ધારા સી, સ્વસ્તિક વિલા, સિલ્વર પાર્ક, સદગુરુ પાર્ક, કાંતિમાન સેવા સ્મશાન મફતીયાપરા લાલપુરી, વિનાયક ફ્લેટ, ૨૫ વારીયા એકતા સોસાયટી, બદરી પાર્ક, અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક, પરસોત્તમ પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્મૃતિ, નંદન વન, શાંતિનગર, શિવમ પાર્ક ૩, નુર રેસિડેન્સી, એ.જી.પાર્ક, બુરહાની પાર્ક, કેશવ પાર્ક, ખોડલ પાર્કડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસિડેન્સી, નંદ નગર, આરાધના પાર્ક, સોમનાથ વિલા અને જાનલ પાર્કનાં પાણીકાપ રહેશે.

ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળના વિસ્તારો: મીરા પાર્ક ૧, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા ૧-૨-૩, ડી માટે, વિઝન સ્કૂલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક ૧, ૨ અને ૩, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉદગમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવતી પાર્ક, ગોકુલ ધામ રેસિડેન્સી, તુલસી પાર્ક, શીલધારા સોસાયટી, ગુરુદેવ પાર્ક ૧ અને ૨ (૫૦ ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેટ ૧ અને ૨ (કુવાડવા રોડ), એલ જી પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેન્સી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંગની, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસિડેન્સી ૧ અને ૨, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સત્યમ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્ડ ૧ અને ૨, વાલકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક ૧ અને ૨, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામાડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલ ધામ સોસાયટી, ખોડલ રાજ રીયલ હોમ, રાધે રેસિડેન્સી, નોવા, નક્ષત્ર, જોદલ, શિવમ પાર્ક ૧ અને ૨, ખોડલ પાર્ક, ઓસ્કાર સિટી તથા દેવલોક પાર્કમાં પણ સોમવારે પાણી વિતરણ બંધ રહેશે.