યોગાસનમાં રાજકોટના ખેલાડીઓનો ડંકો હવે રાજ્યકક્ષએ કરશે પ્રતિનિધિત્વ
- મેડલથી ઝળહળ્યું : યોગાસન સ્પર્ધામાં ધ ડિવાયન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના ખેલાડીઓનો દબદબો
- રાશી નકુમ, રીવા પટેલ, માહિ મહેતા, દિવા રાણા, હેતાંશ ડાંગીએ રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અવ્વલ : હવે ગુજરાત વતી રમશે : આ દીકરી-દીકરાઓ રાજકોટનું નામ રોશન કરશે
સિટી ન્યૂઝ @ રાજકોટ
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અને ગુજરાત સરકારના અગતમત. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા રમતગમત વિભાગ દ્વારા સંયુક્ત રીતે 'જિલ્લા કક્ષા શાળાકીય યોગાસન સ્પર્ધા ૨૦૨૬' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા યુવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે તેમની કળા અને શારીરિક કૌશલ્ય પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમત (National School Games) સુધી પહોંચવા માટેનું એક મુખ્ય અને મજબૂત માધ્યમ છે. ધ ડિવાયન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
આ વર્ષની જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં 'ધ ડિવાયન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો'ના બાળકોએ અદભુત યોગ કૌશલ્ય બતાવીને મોટી સફળતા હાંસલ કરી છે. વિવિધ કેટેગરીમાં આ સ્ટુડિયોના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે. વિજેતાઓની યાદીમાં રાશિ નકુમ અને રીવા પટેલે 'એથ્લેટિક યોગા પેરે'માં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે માહી મહેતાએ આ જ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, સિંગલ કેટેગરીમાં દિવા રાણાએ 'એથ્લેટિક યોગા સિંગલ'માં પ્રથમ સ્થાન તેમજ હેતાંશ ડાંગીએ 'એથ્લેટિક યોગા સિંગલ' અને 'ટ્રેડિશનલ યોગા' એમ બંનેમાં પ્રથમ સ્થાન મેળવીને સ્પર્ધામાં પોતાનો ડંકો વગાડ્યો છે.
રાજ્ય કક્ષની સ્પર્ધામાં કરશે રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ
પોતાની સખત મહેનત અને યોગ પ્રત્યેના અપૂટ સમર્પણથી વિજેતા બનેલા આ તમામ બાળકો હવે આગામી કક્ષાની સ્પર્ધામાં જલવો વિખેરવા માટે સજ્જ છે. આ તમામ તેજસ્વી તારલાઓ આગામી રાજ્ય કક્ષની યોગાસન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કરવા જશે. આ શાનદાર જીતથી માત્ર તેમના સ્ટુડિયો અને પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ભવિષ્યની રાષ્ટ્રીય કક્ષની સ્પર્ધાઓ માટે પણ તેઓને ખૂબ શુભેચ્છાઓ!