એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ ભારે વરસાદની આગાહી
- આજે 9 જિલ્લામાં યલો એલર્ટ જારી, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી
છેલા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૬ તાલુકામાં વલસાડમાં પોણા ચાર ઈંચ તો નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ ઝાબક્યો છે. જ્યારે અન્ય ૨૩ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે છુટા છવાયા સ્થળોએ ૧ મિમીથી લઈને અડધા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સવારના અમદાવાદમાં આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે અને આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૯૪.૫ મિમી વરસાદની થવો જોઈએ, જેની સામે ૫૦૧.૬ મિમી વરસાદ નોંધાયો છે, જે ૧ ટકા વધુ છે.