Loading Please Wait !!!
પેક્ડ ફૂડ પર વોર્નિંગ-લેબલ લગાવવાના મુદ્દે સરકાર 15 દિવસમાં નિર્ણય લે : સુપ્રિમ

દેશમાં વધી રહેલી સ્થૂળતા અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વપરાશ સામે ચિંતા વ્યક્ત કરી

  • કોર્ટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નાં અત્યાર સુધીના પગલાં સામે અસંતોષ વ્યક્ત કર્યો

  • પેક્ડ ખોરાકમાં સાકર, મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી ગ્રાહકોને પ્રોડક્ટ પર ચેતવણી અનિવાર્ય

ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું બજાર 150 ટકાથી વધુ વધ્યું છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

પેક્ડ ફૂડ પર ફન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને માત્ર બે સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર પોતાની મેળે પગલાં નહીં લે તો કોર્ટે કડક નિર્દેશો જાહેર કરવા પડશે. કોર્ટે સવાલ કર્યો હતો કે શું ભારતે હંમેશાં અવિદસિત દેશ જ બની રહેવું છે?

દેશમાં વધી રહેલી સ્થૂળતા (ઓબેસિટી) અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વપરાશ સામે ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે આ મુદ્દાને બંધારણના આર્ટિલિક ૨૧ હેઠળના જીવવાના અધિકાર સાથે જોડ્યો છે.

NGO 3S અને અવર હેલ્થ સોસાયટીની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પર સુનાવણી કરતાં કોર્ટ ફૂ ફ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નાં અત્યાર સુધીનાં પગલાં સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.

આર્થિક સર્વે ૨૦૨૫-’૨૬ મુજબ

ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું બજાર ૧૫૦ ટકાથી વધુ વધ્યું છે અને ૨૪ ટકા મહિલાઓ તથા ૨૩ ટકા પુરુષો વજનવધારા કે સ્થૂળતાથી પીડાઈ રહ્યાં છે. પેક્ડ ખોરાકમાં સાકર, મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી ગ્રાહકોને પ્રોડક્ટ પર સ્પષ્ટ ચેતવણી મળવી અનિવાર્ય છે.