Loading Please Wait !!!
તામિલનાડુના CMનો એક્શન મોડ : ભ્રષ્ટાચાર સામે વિજયનો વોર

=> લાંચ માંગનારની ફરિયાદ કરો મળશે 1 લાખનું ઈનામ


સિટી ન્યૂઝ@ચેન્નઈ

તામિલનાડુમાં મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં બનેલી સરકારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મોટું પગલું લીધું છે. સરકારી પ્રશાસનમાં પારદર્શિતા અને ઈમાનદારી લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગને મજબૂત બનાવવામાં આવી છે. તેમજ એક નવી પ્રોત્સાહન યોજના પણ જાહેર કરી છે. આ નવી નીતિ હેઠળ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભલે તે રકમ નાની હોય તો પુરાવાની સાથે ફરિયાદ કરી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, જે લોકો લાંચ માંગનારા અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા સાથે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારાઓને ૧૦૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.

થલપતિ વિજયની ટીવીકે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક સમર્પિત ૨૪ કલાકના ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦ ૪૨૫ ૧૫૫૫ શરૂ કરી છે. આ નિર્ણય સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જનતાને સક્રિય રીતે સામેલ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. હાલમાં દેશભરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.