ટોયલેટના પાણીથી ઈડલી..
=> દાદરમાં લોકોના આરોગ્ય સાથે ખત્તરનાક ખેલ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
મુંબઈના દાદર રેલવે સ્ટેશન પરિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, રસ્તા પર એક ઈડલી વિક્રેતા પબ્લિક ટોયલેટ પાસે રાખેલા પાણીનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ, રસ્તાની બાજુમાં આવેલા ફૂડ સ્ટૉલ પર સ્વચ્છતા અને લોકોના આરોગ્ય અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.એવું કહેવાય છે કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. જોકે, વીડિયોની તારીખ અને તેની માહિતી હજી સુધી સત્તાવાર રીતે મળી આવી નથી.વાયરલ ક્લિપમાં, દાદર સ્ટેશનની બહાર ફૂટપાથ પર એક ખાદ્ય વિક્રેતા જે દાદર સ્ટેશનની બહાર ફૂટપાથ પર સ્ટૉલ ચલાવે છે અને તે સફેદ કન્ટેનરમાંથી પાણી કાઢતો અને તેને વાદળી બાલટીમાં રેડતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓ મુજબ આ કન્ટેનર પબ્લિક શૌચાલયની નજીક રાખેલું હતું. વીડિયો વાયરલ થયા પછી, અસંખ્ય યુઝર્સે ખાદ્ય સુરક્ષા અને લોકોના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.