દુનિયા ફરી જંગરાજ તરફ વધી રહી છે..
=> ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની ચેતવણી
=> ચીનમાં પુતિન સાથે બેઠક કરી કહ્યું ઈરાન યુધ્ધ રોકવું જરૂરી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચેતવણી આપી છે. રોયટર્સ અનુસાર, બીજિંગમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે દુનિયા ફરી જંગલરાજ તરફ આગળ વધી રહી છે.જિનપિંગે ચેતવણી આપી કે જો લડાઈ નહીં અટકે તો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્થિરતા પર મોટી અસર પડશે. તેમણે કહ્યું કે એકતરફી સૈન્ય કાર્યવાહી અને લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ દુનિયાને એવા સમયગાળામાં લઈ જઈ શકે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય નિયમો નબળા પડી જાય. તેમણે કહ્યું કે યુદ્ધ રોકવું અત્યંત જરૂરી છે. જિનપિંગે આ નિવેદન બુધવારે બીજિંગમાં પુતિનના ઔપચારિક સ્વાગત બાદ આપ્યું. બીજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર બંને નેતાઓ રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા અને સૈન્ય બેન્ડે રશિયા અને ચીનના રાષ્ટ્રગાન વગાડ્યા.