Loading Please Wait !!!
સબંધો શરમાયા; પરિવારમાં જ હત્યા

  • પંજાબના ફરીદાકોટની ઘટના
  • દિકરીએ લવ મેરેજ કરતા માતા-પિતાએ ગળું કાપી નાંખ્યું
  • માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા: મળવાને બદલે બોલાવીને પતાવી દીધી

સિટી ન્યૂઝ@અમૃતસર

પંજાબના ફરીદાકોટમાં પોતાના જ ગામના છોકરા સાથે લવમેરેજ કરવા બદલ ૨૦ વર્ષની યુવતીની હત્યા કરી દેવામાં આવી. યુવતીના પરિવારે યુવતીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગળું કાપીને મારી નાખી. ત્યારબાદ તેના મુદેહને ખેતરમાં ફેંકી દીધો. મંગળવારે સવારે તેનો મુતદેહ ખેતરમાં કાંટાની વાડ પાસે પડેલો મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ અઢી મહિના પહેલાં જ યુવતીએ લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ તે છોકરા સાથે ગામ છોડીને બઠિંડા જતી રહી હતી અને ત્યાં જ રહેવા લાગી હતી. સોમવારે યુવતીના પરિવારે બંનેને મળવાના बहाને બોલાવ્યા હતા. આ જ તક જોઈને પરિવારે યુવતીને પતાવી દીધી. જ્યારે, છોકરો જેમતેમ કરીને ભાગવામાં સફળ રહ્યો. પોલીસે ઓબર કિલિંગના કેસમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મુત યુવતીની ઓળખ મેહેકપીત કૌર તરીકે થઈ છે, તે ફરીદકોટના બુર્જ હરિકા ગામની રહેવાસી હતી. તેનો મુતદેહ કોટફુરા નજીક અમૃતસર-બઠિંડા નેશનલ હાઈવેના કિનારે આવેલા ખેતરોમાંથી મળી આવ્યો છે.

  • યુપીના ગાઝિયાબાદની ચોંકાવનારી ઘટના
  • માતા-પિતાએ બે પુત્રોને ટપકો આપતા પુત્રોએ બંનેને મારી નાખ્યા
  • દારૂડિયા પુત્રો કોઈ કામધંધો કરતા ન હતા

સિટી ન્યૂઝ@ગાઝિયાબાદ

યુપીના ગાઝિયાબાદમાં ૨ પુત્રોએ માતા અને પિતાને માર મારીને હત્યા કરી દીધી. સોમવારે રાત્રે ૧૧ વાગ્યે બંને પુત્રો ઝઘડી રહ્યા હતા. માતા-પિતાએ તેમને ટપકો આપ્યો તો તેઓ ભડકી ઉઠ્યા. ગુસ્સામાં માતા-પિતાને લાત-મુક્કા માર્યા, પછી લાકડી વડે ઉપરાઉપરી હુમલા કરીને પતાવી દીધા. ચીસો સાંભળીને આજુબાજુ તે પોલીસ બોલાવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને પુત્રોને કસ્ટીમાં લીધા. માતા-પિતાને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઘટના કોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગંગાશરણ (૫૫) અને તેમની પત્ની વિમલેશ (૫૦) વીર નગરમાં ૨ માળના મકાનમાં રહેતા હતા. તેઓ ડેરી ચલાવતા હતા. તેમને ૪ બાળકો - બે દીકરા અને બે દીકરીઓ છે. ચારેયના લગ્ન થઈ ચૂક્યા છે. ગંગાશરણ પહેલો માળ ભાડે આપતો હતો. પત્ની, લલિત (૨૭) અને દીપક (૨૫) સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. લલિત અને દીપક દારૂના વ્યસની હતા. કોઈ કામધંધો કરતા ન હતા. અવારનવાર પત્નીઓ સાથે મારપીટ કરતા હતા.

  • સસરાએ જમાઈ સાથે દારૂ પી ચિકન ખાધુ પછી સસરાએ ગમછાથી ગળું દબાવી હત્યા કરી

સિટી ન્યૂઝ@ભોપાલ

મધ્ય પ્રદેશના બાલાઘાટમાં ૧૪ જુલાઈએ પોલીસને દોષે અને ડोगરિયાનાં જંગલોની વચ્ચેથી એક શબ મળ્યું હતું. એની ઓળખ ૪૦ વર્ષના રાજેન્દ્ર શાસાગત તરીકે થઈ હતી. આ ઘટના પછી આબાા. વિસ્તારમાં સન્નાટો મર્યો હતો કે આ ભાઈનું શબ જંગલ પાસે પહોંચ્યું કઈ રીતે? પોલીસે પાંચ દિવસમાં ૨૭ લોકોની પૂછપરછ કરીને આ હત્યાની ગુત્થી સુલઝાવી દીધી. તપાસમાં સામે આવ્યું હતું કે રાજેન્દ્રની હત્યા તેના જ સસરા રાજેશ ચૌહાણે કરી હતી. રાજેન્દ્ર તેને દોસ્ત સાથે મળીને જમાઈની હત્યા પાર પાડી હતી. રાજેન્દ્રે જમાઈને દારૂ પાર્ટી માટે ગામના સીમાડો બોલાવ્યો હતો. એ માટેના પૈસા પણ જમાઈ જ લઈને આવ્યો હતો. રાતના અંધારામાં રાજેન્દ્રે જમાઈસાથે દારૂ પીધો હતો અને પછી ચિકન શેકીને ખાધું હતું. એ પછી દારૂના નશામાં તલ્લી થયેલા જમાઈનું ગમછાથી ગળું રૂંધીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.