Loading Please Wait !!!
સરકાર ઘેરાઈ: મણિપુરથી મોરબી સુધી આંદોલનનો સિલસિલો : દેશ ઉકળે છે !

  • E-20 ફ્યૂઅલ પોલીસી
  • ધર્મ, રાષ્ટ્રવાદ, જાતિ, આરક્ષણ જેવા મુદ્દા નહીં દેખાય હવે જોવા મળે છે માત્ર દેશ કોર ઈશ્યુઝ બેરોજગારી, મોંઘવારી, ખેતી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દા હાવી થઈ રહ્યા છે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મોરબીના કોઈ ખેડૂત હોવ કે પછી અમદાવાદમાં સરકારી નોકરીની તૈયારી કરતો યુવાન, આ રાજકીય ગરમાવો સીધો તમારી જિંદગી સાથે જોડાયેલો છે. ખતરો એ છે કે જો સિસ્ટમ નહીં સુધરે તો તમારું ભવિષ્ય અને આજીવિકા અંધકારમય છે, પના તહ એ છે કે જનતા હવે ધાર્મિક અને ભાવનાત્મક મુદ્દાઓથી ઉપર ઉઠીને પોતાના હકની વાત ખુલ્લી રીતે કરતી થઈ ગઈ છે. આજે આપણે જે સાત મુદ્દા પર વાત કરીશું તે પણ ફટાફટ નોંધી લઈએ. દેશમાં આજે જે કાંઈ પાસ ચાલી રહ્યું છે તેના પર વરિષ્ઠ પત્રકારનું ઓબ્ઝર્વેશન છે કે, આ વાત આજે સોળ આના સાચી સાબિત થઈરહી છે. અત્યાર સુધી સરકારને લાગતું હતું કે મોદીની 'ટેફલોન ઈમેજ' અને રાષ્ટ્રવાદ, ધર્મ અને જાતિના સહારે બધું જ પાર પડી જશે, પણ હવે લોકો રસ્તા પર ઉતરીને સીધો હિસાબ માંગી રહ્યા છે. આપણે આજે જે સાત મુદ્દાઓની એક પછી એક વાત કરીશું તે મુદ્દાઓ કયા છે પહેલા તે જાણી લો. ચાલો, સૌથી પહેલા એ મોરચાની વાત કરીએ જેણે દિલ્હીની ઊંઘ હરામ કરી દીધી છે. વિચારો, તમારા ઘરનો કોઈ દીકરો કે દીકરી ૨ વર્ષ સુધી રૂમમાં પુરાઈને રાત-દિવસ પરીક્ષાની તૈયારી કરે, અને પરીક્ષાના દિવસે જ ખબર પડે કે પેપર તો પહેલાથી વેચાઈગયું છે!

આ પીડા દેશના ૭.૫ કરોડ યુવાનોએ સહન કરી છે. NEET અને UGC-NETમાં થયેલા ગોટા પાયાના છબરડાઓ વચ્ચે એ ૨૦૨૫માં એક વિચિત્ર ઘટના બની. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે બેરોજگار યુવાનો માટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંતે કટાક્ષમાં કોકોય એટલે કે વંદા કહી દીધું. બસ, આ એક શબ્દ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. અભિજીત દીપક નામના યુવાને ફંટાછીને ફોકરોય જનતા પાર્ટી વિદેશની ધરતી પરથી શરૂઆત કરી અને જોતજોતામાં ૨.૨ કરોડ યુવાનો ઓનલાઈન આ ચળવળ સાથે જોડાઈ ગયા, બીજો મોટો ફટકો પંજાબ અને હરિયાણા બોર્ડર પરથી પડ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૪થી શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન હજુ શાંત નથી પડ્યું. ખેડૂતોની મૂળ માંગ છે કે તમામ પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે MSPનો પાકો કાયદો બને. અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની દિલ્હી પણ ખેડૂતોને વાંધો છે. સરકાર સાથે ૪ વખત મિટિંગ થઈ, પણ સરકારે માત્ર ૩ પાક પર ૫ વર્ષ માટે જ MSP આપવાની વાત કરી.

ખેડૂતોને આને આંખમાં ધૂળ નાખવા સમાન ગણાવીને ફગાવી દીધી. વિચારો કે તમારા જ દેશના એક હિસ્સામાં છેલ્લા ૨૦ મહિનાથી બે પડોશી સમુદાયો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા હોય અને સરકાર તેમને શાંત ન કરી શકે! મણિપુરમાં મ ૨૦૨૩થી મૈતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે જે હિંસા શરૂ થઈ તે હજુ પૂરેપૂરી શાંત નથી થઈ. આ માત્ર બે જૂથોની લડાઈ નથી, આ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી વ્યવસ્થાની નિષ્ફળતાનો પુરાવો બની ગઈ છે. મંદિરના ટ્રસ્ટ પર દાનના નાણામાંથી ગેરરીતીના આક્ષેપો લાગ્યા, યુપી સરકારે તપાસ માટે ટીમ બનાવી અને કેટલાકની ધરપકડ પણ થઈ. વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. ખુદ નિર્મોહી અખાડાના સાધુઓએ જ સવાલ ઉઠાવ્યો કે આ ટ્રસ્ટ કોઈ 'પ્રાઈવેટ કંપની' ની જેમ કામ કરી રહ્યું છે, તેનું ઓડિટ થવું જોઈએ. શરૂઆતમાં તો સરકારે એવું પણ કહ્યું કે આ ટ્રસ્ટ RTI (માહિતી અધિકાર) હેઠળ આવતું નથી! દિલ્હી અને અયોધ્યા પછી હવે વાત કરીએ વડાપ્રધાનના પોતાના ગઢ એટલે કે ગુજરાતની. જ્યાં ભાજપ વર્ષોથી સૌથી વધુ મજબૂત છે, ત્યાં મોરબીમાં ખેડૂતો અદાણી પાવરની ટ્રાન્સમિશન લાઇનોનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.

ક્યાં મુદ્દે છે પ્રજાનો આક્રોશ

  • CJP આંદોલન દિલ્હી

  • ખેડૂત આંદોલન પંજાબ-હરિયાણા

  • મણિપુર હિંસા

  • રામ મંદિર વિવાદ

  • મોરબીમાં ખેડૂત વિરોધ

  • મુખ્યમંત્રી જમીન કૌભાંડ મધ્યપ્રદેશ