મારુતિ સુઝુકીની કાર ફરી મોંઘી થઈ
- સિટી ન્યૂઝ@નવીદિલ્હી
દેશની સૌથી મોટી પેસેન્જર વાહન નિર્માતા કંપની ‘મારુતિ સુઝુકી’એ તેના તમામ મોડલ્સની કિંતોમાં વધારાની જાહેરાત કરી છે. કંપની તેની કારના ભાવ ૩૦,૦૦૦ રૂપિયા સુધી વધારશે. નવી કિંમતો ૨૦૨૬થી લાગુ પડશે.કંપનીએ ૨૧ જુલાઈ, મંગળવારે શેરબજારોને મોકલેલી માહિતી એટલે કે, રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. અલગ-અલગ મોડેલ અને વેરિઅન્ટ મુજબ અલગ-અલગ ભાવ વધારામાં આવશે. નોંધનીય છે કે, કંપનીએ ૨ મહિનામાં જ બીજી વાર ભાવ વધારો કર્યો છે.કંપનીએ જણાવ્યું કે, સતત વધી રહેલી ઇનપુટ કોસ્ટ એટલે કે ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
છેલા કેટલાક મહિનામાં કંપનીએ પોતાના સ્તરે ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કર્યો, જેથી ગ્રાહકો પર સીધી અસર ન પડે. જોકે, મોંઘવારી દર ઊંચો રહેવા અને કારોબારી વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે વધેલા ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહકો પર નાખવો મજબૂરી બની ગયો છે.આ વર્ષે મારુતિ સુઝુકી તરફથી આ પહેલો વધારો નથી. આ પહેલા કંપનીએ જૂન ૨૦૨૬માં પણ તેના તમામ મોડેલ્સની કિંમતોમાં ૩૦,૦૦૦ સુધીનો વધારો કર્યો હતો. તે વધારાની જાહેરાત ૨૧ મે ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી.તે સમયે પણ કંપનીએ ઇનપુટ કોસ્ટમાં વધારો અને મોંઘવારીના દબાણને જ મુખ્ય કારણ જણાવ્યું હતું. ઓગસ્ટથી લાગુ થનારો નવો સુધારો જૂનમાં થયેલા વધારા ઉપરનો વધારોઝો થશે. મારુતિ સુઝુકી ભારતીય બજારમાં એન્ટ્રી-લેવલ હેચબેકથી લઈને પ્રીમિયમ સેગમેન્ટની ગાડીઓ વેચે છે. જેમાં એન્ટ્રી-લેવલ મોડેલ ‘S-Presso’થી લઈને પ્રીમિયમ MPV ‘ઇન્વિકટો’ સામેલ છે.હાલમાં કંપનીના પોર્ટફોલિયોની એક્સ-શોરૂમ કિંમતો ૩.૫૦ લાખથી શરૂ થઈને ૨૫ લાખ સુધી જાય છે.