દરેક મારી સાથે સૂવા ઇચ્છતાં : કંટાળીને સિંગરે બોલિવૂડ છોડ્યું
સિટી ન્યૂઝ@મુંબઈ
એક ઇન્ટરવ્યુ દરમિયાન હેમા સરદેસાઈએ જણાવ્યું કે માત્ર એક્ટર્સ જ નહીં પરંતુ સિંગર્સ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બને છે. તેમણે દાવો કર્યો હતો કે બોલિવૂડમાં તેમને કોઈ સારો માણસ ન મળ્યો અને તેઓ જે પણ સ્ટુડિયોમાં જતા, લોકો તેમની તરફ ખરાબ નજરથી જ જોતા હતા.
હેમાએ જણાવ્યું કે, “દરેક વ્યક્તિ મારી સાથે સોદો કરવા કે સૂવા માંગતી હતી.” પરંતુ તેમણે ક્યારેય પણ ખોટા સમજૌતા સ્વીકાર્યા નહીં અને સામેથી સ્પષ્ટ ના કરી દીધી. તેઓ કહેતા કે જો હું ખોટું કામ નહીં કરું. આ જ કારણે તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઈ ગયું અને તેમણે બોલિવૂડથી અંતર બનાવી લીધું. મીટૂ આંદોલન અને મ્યુઝિક ડાયરેક્ટર્સ પર લાગેલા આરોપો અંગે વાત કરતા હેમાએ કહ્યું કે, “કાસ્ટિંગ કાઉચ એ એક પ્રોપોઝલ જેવું હોય છે. સામે વાળી વ્યક્તિ તેને સ્વીકારે કે ન સ્વીકારે તે તેના પર નિર્ભર કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બળજબરી કરતી નથી.”
તેમણે ઉમેર્યું કે જે મ્યુઝિક ડાયરેક્ટર પર આરોપો લાગ્યા હતા, તેમને તો ક્લીન ચિટ નથી આપતા પરંતુ તેમને રેપિસ્ટ કે મોલેસ્ટર કહેવું પણ યોગ્ય નથી. એક ગર્લ ચાઈલ્ડ એસોસિએશનની એમ્બેસેડર હોવાના નાતે તેમની જવાબદારી બને છે કે તે તે મ્યુઝિક ડાયરેક્ટરની દીકરી અને પત્નીની ઈજ્જત વિશે પણ વિચારે.
બોલિવૂડની ચકાચૌંધ ચોડકા પછી હેમા સરદેસાઈએ શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ (Art of Living) સાથે જોડાણ કર્યું અને હાલમાં તેઓ આર્ટ ઓફ લિવિંગના ટીચર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ લોકોને સંગીત, યોગ અને અધ્યાત્મ દ્વારા જીવન જીવવાની સાચી દિશા બતાવે છે.
અગત જીવનની વાત કરીએ તો હેમાએ હોકી પ્લેયર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર જેવિયર ડિસુઝા સાથે અંતરધર્મીય લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ ૨૦૨૦માં હાર્ટ એટેકના કારણે તેમના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ હેમાએ પોતાનું સમગ્ર જીવન ધર્મ-કર્મ અને સેવાકાર્યમાં સમર્પિત કરી દીધું છે.