Loading Please Wait !!!
જેન-ઝી કોઈ શોર્ટ કટ નથી ઇચ્છતા : અનન્યા પાંડે

 

નવી જનરેશનની એક્ટ્રેસ ગણાતી અનન્યા પાંડેએ દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપીને જેન-ઝીનાં વખાણ કર્યા છે. આ મામલે પોતાનો વિચાર વ્યક્ત કરતાં અનન્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે 'જેન-ઝીનાં હંમેશાં અનેક પ્રકારના લેબલ લગાવવામાં આવ્યાં છે... અને એમાના બધાં જ સકારાત્મક નહોતાં, પણ કદાચ આ ક્ષણ આપણને યાદ અપાવી રહી છે કે આ પેઢી ખરેખર કેવી છે, આ એવી પેઢી છે જે હવે 'હંમેશાં આવું જ થતું આવ્યું છે' ચીને બધું સ્વીકારવા તૈયાર નથી. તેઓ કોઈ શોર્ટ-કટ નથી ઇચ્છતા. તેઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે ન્યાય અપાઈ રહી છે કે એવો પ્રોજેક્ટ મૂળભૂત અધિકાર બને. પ્રશ્ન પૂછવો એ કોઈનું અપમાન નથી. પોતાનો અવાજ ઉઠાવવો એ બળવો નથી. એ તો આશા છે. એ વિશ્વાસ છે કે પરિસ્થિતિ વધુ સારી બની શકે છે અને પરિવર્તનની શરૂઆત પણ આવી જ રીતે થાય છે. મને મારા દેશ અને દેશના લોકો પ્રત્યે ખૂબ પ્રેમ છે. જય હિંદ.

  • યુવાનો જ આવતીકાલ છે: કરિના કપૂર

કરીનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે 'છેલા કેટલાક દિવસોથી હું આ મુદ્દે મૌન હતી, પણ હવે વધુ સમય સુધી મૌન રહી શકું એમ નથી. પોતાના અવાજને સાંભળવાની માગણી કરી રહેલા અસંખ્ય યુવાનોને અવગાસવા શક્ય નથી... અને એવું થવું પણ ન જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે એક બાળકના જીવનમાં શિક્ષણનું કેટલું મહત્વ હોય છે. શિક્ષણ તેને આત્મવિશ્વાસ આપે છે, આશા આપે છે, પરિવારને વિશ્વાસ અપાવે છે કે આવતી કાલ આજ કરતા વધુ સારી હોઈ શકે છે, પણ શિક્ષણ ત્યારે જ અસરકારક બને છે જ્યારે બાળકોને એના પર વિશ્વાસ હોય. જે ક્ષણે તેમને લાગે છે કે પ્રમાણિકતા, સખત મહેનત અને લાયકાતનું કોઈ મૂલ્ય નથી એ ક્ષણથી તેમનો વિશ્વાસ તૂટી જાય છે. કોઈ પણ બાળકને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે તેની મહેનત પૂરતી સાબિત થશે કે નહીં. તેમને એવી શિક્ષણ-વ્યવસ્થા મળવી જોઈએ જ્યાં લાયકાતને સાચું સ્થાન મળે, મહેનતનું યોગ્ય મૂલ્ય મળે અને દરેક બાળકને સમાન તક સાથે શરૂઆત કરવાની તક મળે, આ કોઈમોટી ડિમાન્ડ નથી, આ તો સૌથી પાયાની અપેક્ષા છે.

  • સરકાર વિદ્યાર્થીઓને ન્યાય આપશે : સારા અલી ખાન

સારા અલી ખાને વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતાં કહ્યું છે કે તેમનો વિરોધ દેશપ્રેમની સાચી ભાવનાને યાદ અપાવે છે. સારાએ સોશિયલ મીડિયામાં ઇમોશનલ બોર્ધ શેર કરીને લખ્યું હતું કે 'આપણા વિદ્યાર્થીઓ જ આપણું ભવિષ્ય છે અને તેમનું ભવિષ્ય આપણા દેશના હૃદય સાથે સીધું જોડાયેલું છે. તેમનો અડગ સંકલ્પ એક એવી શાંતિ પણ ક્યારેય ન બુઝાતી જ્યોતની જેમ પ્રગટે છે જે મારી આંખોમાં આંસુ લાવી દે છે. એ આપણને યાદ અપાવે છે કે સાચો દેશપ્રેમ તો એવા બહાદુર લોકોના હૃદયમાં ધબધબે છે જેઓ પોતાના વિશ્વાસ માટે નિર્ભયતાથી ઊભા રહેવાની હિમ્મત રાખે છે. વધુ સારું અને સુરક્ષિત ભવિષ્ય મેળવવા માટે તેમની હિમ્મત અને દ્રઢ નિશ્ચય પ્રેરણાદાયક પાસ છે અને અંતરાત્માને હલાવી નાખે એવો પણ છે. આ આપણા સૌની સામૂહિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ છે. એક આશાવાદી દેશપ્રેમી તરીકે મને પૂરો વિશ્વાસ છે કે આપણી સરકાર વિદ્યાર્થીઓને ન્યાય આપશે. જય હિંદ.

  • યુવાનો ઉપર મને ગર્વ છે : ટ્વિંકલ ખન્ના

પેપર લીક અને શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી સાથે ચાલી રહેલા વિદ્યાર્થી-આંદોલનને જ્યાં બોલિવુડના અનેક કલાકારો હવે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા ત્યાં સોનુ નિગમનું તાજેતરનું નિવેદન ટીકાનું કારણ બન્યું. એક કાર્યક્રમમાં સોનુ નિગમને પણ આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે સોનુએ આ સવાલોનો જવાબ આપવાના બદલે સવાલ અધવચ્ચે જ અટકાવીને માત્ર એટલું જ કહ્યું હતું કે 'હું અહીં શા માટે આવ્યો છું... બસ, બસ. આ પછી સોનુને જ્યારે આગળ વધુ સવાલ પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે કડી કહ્યું હતું કે 'હવે બસ... પૂરતું થયું.' તેના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે 'મેં તો તેની કૉન્સર્ટની ટિકિટ જ રદ કરાવી દીધી.' આ સિવાય કેટલાદ લોકોએ તેને બોયકોટ કરવાની ડિમાન્ડ પણ ઉઠાવી હતી.