Loading Please Wait !!!
‘આપ’ મેદાને જંગમાંઃ આંદોલનના મંડાણ ?ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આરોપ

  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું શલ્યતંત્ર ભાગ-1નું પેપર લીક
  • પેપર લીકની નવી મોડસ ઓપરેન્ડી IMP પ્રશ્નોના નામે વોટસએપ પર પ્રશ્નપત્ર વાયરલઃ ગોપાલ ઇટાલિયા

સિટી ન્યૂઝ@રાજકોટ

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો મારફતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં પેપર લીક સામે કડક કાયદા બનાવવા, ફાસ્ટ ટ્રેક કોર્ટ ઊભી કરવા અને દોષિતોને જેલભેગા કરવાની મોટી મોટી વાતો કરી હતી. તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે પણ વડાપ્રધાને દેશને કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ વડાપ્રધાનની આ વાતોની ગુજરાત સરકાર પર કોઈ અસર થઈ હોય તેમ લાગતું નથી. તાજેતરમાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ‘શલ્યતંત્ર ભાગ-૧ ’નું પેપર લીક થઈ ગયું છે, જે દર્શાવે છે કે સ્થિતિમાં કોઈ સુધારો

થયો નથી. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેપર લીકની નવી પદ્ધતિનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, આ વખતે આખું પેપર લીક કરવાના બદલે આયુર્વેદના વિદ્યાર્થીઓને વોટ્સએપ પર ‘મહત્વના પ્રશ્નો’ (IMP) ના નામે એડવાન્સમાં ૧૨ પ્રશ્નોનું લિસ્ટ મોકલી દેવાયું હતું. આશ્ચર્યજનક રીતે, વાસ્તવિક પરીક્ષામાં એ ૧૨માંથી ૧૧ પ્રશ્નો બેઠા પૂછાયા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન ગમે તેટલા કડક કાયદા બનાવીએ, પણ ચોરી કરનારાઓને શાસક પક્ષનો જ સપોર્ટ હોય તો આ કૌભાંડ કેવી રીતે રોકાશે? તેમણે ઉમેર્યું કે પેપર લીક સામેની લડાઈ હજી પૂરી થઈ નથી અને ગુજરાતના યુવાનોની કારકિર્દી بچાવવા માટે સૌએ એક થઈને અવાજ ઉઠાવવો પડશે.

કેજરીવાલનો રાષ્ટ્રીય આંદોલનનો શંખનાદ

  • E-20 પેટ્રોલની સમસ્યા ઉકેલવા દેશવાસીઓને એક થવા અપિલ
  • 1 ઓગસ્ટના રોજ દિલ્હીમાં કાર્યક્રમ ઓનલાઈન જોડાવવા માટે 85888 33212 ઉપર વોટસએપ મેસેજ કરોઃ કેજરીવાલ

સિટી ન્યૂઝ@રાજકોટ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો થઈ ગયું છે. હવે મારી વડાપ્રધાનને વિનંતી છે કે E-20 ઈંધણની સમસ્યાનો પણ ઉકેલ લાવી દો. લોકો આનાથી ખૂબ જ પરેશાન છે, સોની ગાડીઓ ખરાબ થઈ રહી છે અને વાહનોની માઈલેજ પણ ઘટી ગઈ છે. વડાપ્રધાનજી પરા ત્યારે જ સંભળશે જ્યારે આપણે બધા મળીને એકસથી અવાજ ઉઠાવીશું, આ શનિવારે અમારો પ્રયાસ છે કે દેશભરમાં જેટલા લોકો E-20 થી દુખી છે અને એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તે તમામ લોકોને એક જ મંચ પર લાવવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું છે, શનિવારે સવારે ૧૧:૩૦ વાગ્યે આપ સૌ આ ‘નેશનલ ટાણ્ડ હોલ’ માં ભાગ લેવા માટે આમંત્રિત

છો. જો તમે દિલ્હી કે તેની આસપાસ રહો છો, તો સવારે ૧૧:૩૦ વાગ્યે ‘કોન્સ્ટીચ્યુશન ક્લબ’ પહોંચો, જ્યાં તમને તમારી વાત રજૂ કરવાનો મોકો મળશે. જો તમે દિલ્હી બહાર કે દૂર રહો છો અને આવી શકો તેમ નથી, તો તમે વર્ચ્યુઅલી (ઓનલાઈન) પણ અમારી સાથે જોડાઈ શકો છો.

ઓનલાઈન જોડાવવા માટે આપેલા નંબર ૮૫૮૮૮ ૩૩૨૧૨ પર વોટ્સએપ મેસેજ કરો, જેથી તમને એક દિવસ પહેલાં લિંક મોકલી દેવાશે. આ લિંક પર ક્લિક કરીને તમે ઓનલાઈન જોડાઈ શકશો અને તેમાંથી પણ ઘણા લોકોને બોલવાની તક અપાશે. આમાં તજજ્ઞો, કન્ટેન્ટ ક્રિએટર્સ, ઈન્ફ્લુઅન્સર્સ અને પીડિત જનતા સહિત તમામ લોકો આમંત્રિત છે. આપણો સૌ સાથે મળીને અવાજ ઉઠાવીશું તો વડાપ્રધાનજીએ આપણી વાત સાંભળવી જ પડશે.