Loading Please Wait !!!
ગાયનું દૂધ પીને નેતા બન્યા હવે કતલખાને મોકલો છો!

સુરતમાં ગૌભક્તોની ઉગ્ર રેલી : લોહીથી આવેદનપત્ર લખ્યું

  • ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા માંગ

  • વોટ બેંકની રાજનીતિ કરતા નેતાઓ ઉપર આકરા પ્રહાર : ગૌ માતાના નામે મત માંગીને પછી ભૂલી જાય છે

  • જંતર-મંતર મોટા આંદોલનની ચેતવણી

સિટી ન્યૂઝ@સુરત

સુરતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ નો દરજ્જો આપવાની અને દેશભરમાં સંપૂર્ણ ગોવધ પ્રતિબંધ મૂકવાની માગ સાથે ગૌશક્ષકો અને વિવિધ સંગઠનો દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજે હજારોની સંખ્યામાં ઉમેટેલા ગૌભક્તો અને નાગરિકો સુરત કલેક્ટર કચેરી ખાતે સીધા વાછરડાને અને પોતાના લોહીથી લખેલા આવેદનપત્ર સાથે પહોંચી ગયા હતા. કલેક્ટર કચેરી પરિસરની અંદર અચાનક ગૌમાતાના વાછરડાને જોઈને ત્યાં હાજર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરત ઉપરાંત કચ્છ, જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં પણ ગૌપ્રેમીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ જનજાગૃતિ અને વિરોધ રેલી શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી અત્યંત ઉત્સાહપૂર્વક નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીમાં જોડાનારા હજારો લોકોએ અલગ-અલગ પૌરાણિક અને સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી હતી. વિરોધનો સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે, ગૌરક્ષકો તથા મહિલાઓએ પોતાના જ લોહીથી પત્રો અને પોસ્ટરો લખ્યા હતા. આ લોહીથી લખાયેલા આશ્રોપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યા

બે મોઢાના રાજકારણીઓનું તાપી નદીમાં વિસર્જન થવું જોઈએ

હતા. વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને ગૌમાતાના રક્ષણ માટે કડક કાયદો બનાવવાની ત્વરિત માંગ કરવામાં આવી હતી. આખા દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સહી અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હિન્દુત્વ અને ગૌમાતાના નામે આટલા વર્ષોથી સરકારમાં બેઠેલા લોકોની આંખો ખુલ્લી નથી થતી. જ્યારે સત્તામાં ન હોય ત્યારે ગૌમાતા યાદ આવે છે અને જેથી સત્તા મળે એટલે ગૌમાતા માત્ર એક પશુ બની જાય છે! દેશભરમાં ગૌરક્ષા માટે રેલીઓ થાય છે પણ એક પણ ધારાસભ્ય,

સંસદસભ્ય કે મંત્રી આ રેલીઓમાં ડોકાતા પણ નથી. નેતાઓ માત્ર ચૂંટણી વખતે વોટની ભીખ માંગવા જ બહાર નીકળે છે. આજે વર્ષોથી સત્તામાં બેઠા હોવા છતાં આ સરકારના રાજમાં મોટા પ્રમાણમાં બીફ વેચાઈ રહ્યું છે. આ સરકારની ઓજ અને કાનના પકડા ખુલવા જરૂરી છે. તાપી માતાના జన్મદિવસ પ્રસંગે જ અમે કહીએ છીએ કે જે નેતાઓ ગૌમાતાના નામે મત માંગીને પછી ભૂલી જાય છે, એવા રાજકારણીઓનું તાપી નદીમાં વિસર્જન થઈ જવું જોઈએ. ગૌભક્તો હવે આવા વચનભંગ કરનારાઓને સાંખી લેવાના મૂડમાં નથી.”

બાળસીતારામ મહિલા મંડળના અગ્રણી હીલબેને કહ્યું હતું કે, “દેશના નેતાઓ બાળપણમાં ગૌમાતાનું દૂધ પીને જ મોટા થયા છે અને નિરોગી રહીને સત્તાની ગાડી સુધી પહોંચ્યા છે. પરંતુ આજે એ જ ગૌમાતા કતલખાને કપાઈ રહી છે, કચરોપેટીમાં પ્લાસ્ટિક ખાવા મજબૂર છે. જો નેતાઓમાં થોડું પણ ચુકવવાની ભાવના હોય તો ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. ગૌમાતાના શરીરમાં ૩૩ કોટી દેવો, ભાગવત અને શિવજીનો વાસ છે. જો સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો અમે તમામ ગૌભક્તો ભવિષ્યમાં મતદાન કરવાનો જ બહિષ્કાર કરીશું.”