જંતર-મંતરે નવા ચહેરા : આપ્યા પોલીસની વેનને રોકીને છવાઈ ગઈ મોડલ
રિયા આહિરની બહાદુરી સામે પોલીસે પણ નમતું જોખીને આંદોલનકારીને છોડી દીધા
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
કોક્રોય જનતા પાર્ટી (CJP)ના દિલ્હીના જંતરમંતર પર ચાલતા આંદોલનના સમર્થનમાં બુધવારે દાદરમાં શિવાજી પાર્કમાં પરવાનગી વગર વિરોધ-પ્રદર્શન કરનારાઓની પોલીસે અટક કરી હતી અને તેમને વેનમાં લઈજતી હતી ત્યારે ૨૭ વર્ષની રિયા આહિર નામની મોડલે વેનની સામે ઊભા રહીને એને આગળ વધવા દીધી નહોતી એટલું જ નહીં, તેની બહાદુરી સામે પોલીસે પણ નમતું જોખીને આંદોલનકારીઓને છોડી દીધા
હતા,ત્યાર બાદ રિયાએ વિક્ટરીની સાઈન બતાવીને ખુશી વ્યક્ત કરી
હતી. આ આખી ઘટનાનો વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ રિયા અચાનક જ સેન્સેશન બની ગઈ હતી અને મુંબઈમાં ચાલતા પ્રોટેસ્ટનો ચેહેરો બની ગઈ હતી.
રિયાના જણાવ્યા અનુસાર તે દાદરના કોહિનૂર સ્ક્વેરથી શિવાજી પાર્ક તરફ જઈ રહી હતી ત્યારે તેને પોલીસની આખી વેન આંદોલનકારીઓથી ભરેલી દેખાઈ હતી. ત્યારે વેનની સામે જઈ હાથ બતાવીને તેણે વેનને રોકી હતી.