Loading Please Wait !!!
વિરોધ પ્રદર્શનમાં વધુ પડતો બળપ્રયોગ ખોટો

રેપિડ એક્શન ફોર્મના વડાએ સ્વીકાર્યું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના વડાએ ૨૦ જુલાઈના રોજ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પર કાર્યવાહીને તાલીમ વિરુદ્ધ ગણાવી છે. આરએએફના વડા આઈજી સીમા ધુંધિયા માને છે કે ફોર્સની કાર્યવાહી અસંતોષકારક હતી.સૂત્રો કહે છે કે ૨૨ જુલાઈના રોજ આરએએફ કંપેની કમાન્ડરો અને સંબંધિત કમાન્ડન્ટ સાથેની વિડીયો કોન્ફરન્સમાં આઈજીએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત

કરી હતી.તેમણે વિદ્યાર્થીઓ સામે સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા અતિશય બળપ્રયોગને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. સૂત્રો કહે છે કે મિટિંગમાં, આઈજીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક વિડીયોમાં આરએએફ સૈનિકો ભીડથી અલગ થઈ ગયેલા લોકો પર બળપ્રયોગ કરતા, તેમને જાણી જોઈને નીચે પછાડતા અને બેરિકેડ છોડવાનો પ્રયાસ કરી રહેલા લોકોને માર મારતા જોવા મળે છે. આ આરએએફની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની વિરુદ્ધ હતું.