Loading Please Wait !!!
NEETની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

મહારાષ્ટ્રમાં પેપરમાં માર્ક્સ ઓછા આવવાથી ગળે ફાંસો ખાધો

  • અંકિતાને 720માંથી 166 માર્ક્સ મળ્યા હતા, રિઝલ્ટ પછીથી તનાવમાં હતી

  • પહેલી પરીક્ષામાં અંકિતાનું પેપર સારું ગયું હતું: પિતા

  • NEETના વિવાદ પછી અંકિતા ધીમે-ધીમે ડિપ્રેશન જેવી સ્થિતિમાં જતી રહી હતી

  • સુસાઈટ નોટમાં લખ્યું: આશાઓ પુરી ન કરી શકી

  • ભાઈને કહ્યું, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે

સિટી ન્યૂઝ@મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લામાં NEETમાં ઓજા માર્ક્સ આવવાથી પરેશાન એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો જાઈને આત્મહત્યા કરી લીધી. જલાલપુર ગામની રહેવાસી અંકિતા સાંગલેને પરીક્ષામાં ૭૨૦ માંથી ૧૬૬ માર્ક્સ મળ્યા હતા. પરિવાર મુજબ, તે રિઝલ્ટ પછીથી તનાવમાં હતી. શનિવારે સાંજે તેનો મૃતદેહ ઘરમાંથી મળ્યો.પોલીસને ઘટનાસ્થળેથી મરાઠીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી છે. તેમાં અંકિતાએ લખ્યું- તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ હું તમારી એક પણ ઈચ્છા પૂરી ન કરી શકી. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તેણે પોતાના ભાઈને માતા-

પિતાનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં છે. જ્યારે પિતાનો દાવો છે કે પુત્રી છેલ્લા કેટલાક સમયથી NEET પરીક્ષા સંબંધિત ઘટનાક્રમ બાદ તનાવમાં રહેવા લાગી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘટના બપોરની છે. અંકિતાએ ઘરની છત પર લાગેલા પંખા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. જ્યારે પરિવારના લોકોને આની જાણ થઈ ત્યારે ઘરમાં હાહાકાર મચી ગયો. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજો લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસ સમગ્ર

મામલાની તપાસ કરી રહી છે. નોટમાં અંકિતાએ પોતાના ભાઈને માતા-પિતાનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. તેના દાદાને માતા- પિતાનું ધ્યાન રાખવા અપીલ પણ કરી. તેણે લખ્યું કે દાદા, મમ્મી- પપ્પાનું સારી રીતે ધ્યાન રાખજો. તેમને કોઈ વાતની કમી ન થવા દેતા. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. નોટમાં તેણે એ પણ લખ્યું છે કે પરિવારને કોઈ ખુશી આપી શકી નહીં, જેનો તેને દુખ છે. NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) એ દિલ્હીના જંતર- મંતર પર પ્રદર્શન કર્યું હતું. ૨૫ જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પ્રદર્શન પૂર્ણ થઈ ગયું હતું.