Loading Please Wait !!!
42 હજારનો ડ્રેસ 92 હજારના સેન્ડલ્સ

કરીના કપૂરનો અલગ અંદાજ

આમિર ખાનના પ્રોડક્શન-હાઉસે નિર્માણ કરેલી ફિલ્મ ‘લગાન’ની રિલીઝને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગનું સેલિબ્રેશન કરવા માટે આમિર ખાન અને ડિરેક્ટર આશુતોષ ગોવારીકરે શનિવારે ફિલ્મનો એક સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કરીના કપૂર ખાન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી અને તેના આકર્ષક ગુલાબી ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બનારસી સિલ્કના અંદાજે ૪૧,૭૭૫ રૂપિયાની કિંમત ધરાવતા આ ડ્રેસની ડિઝાઇન પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલની કલાત્મક કૃતિઓથી પ્રેરિત હતી. કરીનાએ આ લુક સાથે એક લક્ઝરી બ્રાન્ડની સેટિન હીલ્સ પસંદ કરી હતી. આ નકશીદાર સેન્ડલ્સની કિંમત અંદાજે ૯૨ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. હાથથી તૈયાર કરાયેલા આ સેન્ડલ્સે તેના સમગ્ર લુકમાં વધુ ગ્લેમર ઉમેર્યું હતું. આ એક જોડી સેન્ડલ લગભગ ૩૦ ભાગોને કારીગરો દ્વારા હાથથી જોડીને બનાવવામાં આવે છે.