Loading Please Wait !!!
મમ્મી બન્યા પછી કિયારા અડવાણી ફરી બની સુપરહીટ

 

મમ્મી બન્યાના થોડા જ મહિનામાં કિયારા અડવાણીએ પોતાના પ્રેગ્નન્સી દરમિયાન વધેલા વજનને ઘણું ઓછું કરી દીધું છે. તાજેતરમાં કિયારાએ પોતાના ફિટ અને સ્લિમ ફિગર સાથે રેમ્પ-વોક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રેમ્પ પર કિયારાની સાથે કરણ જોહર પણ જોવા મળ્યો હતો. હકીકતમાં કિયારાએ ફેશન-ડિઝાઇનર રાહુલ મિશ્રા માટે રેમ્પ-વોક કર્યું હતું અને તેના ફેશન-શોની શોસ્ટોપર બની હતી. આ વોક દરમિયાન કિયારાનો ઓફ-શોલ્ડર ગાઉન લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. તેના આ ગ્લેમરસ અંદાજને જોઈને ઘણા લોકોએ તેની સરખામણી બાર્બી ડોલ સાથે કરી હતી.