Loading Please Wait !!!
હવે સ્મશાન નહીં જવું પડે અંતિમ સંસ્કાર ઘર આંગણે

  • ચેન્નઈમાં રોટરી ક્લબે ‘મોબાઈલ સ્મશાન’ ફરતી સ્મશાન વાહિની શરૂ કરી
  • આ વાહનમાં એલપીજી ગેસ, જનરેટર અને લાઉડસ્પીકર સહિતની જરૂરી તમામ સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ
  • મોબાઇલ સ્મશાન સીધુ જ પરિવારના ઘર પાસે કે ગામથી નજીક કોઈ ખાલી જગ્યાએ પહોંચી વિધિ પૂર્ણ કરી ત્યારબાદ અસ્થિ સીધા પરિવારને સોંપી દેવામાં આવે છે

સીટી ન્યૂઝ@ચેન્નઇ

વરસાદની સિઝન હોય કે પહાડી વિસ્તાર, સ્વજનોની અંતિમ વિદાય માટે સ્મશાન સુધી પહોંચવું ઘણીવાર મોટો પડકાર બની જતો હોય છે. ભૌગોલિક સ્થિતિ અને ખરાબ હવામાન આ કપરા સમયને વધુ મુશ્કેલ બનાવે છે. આ મુશ્કેલીનો એક ખૂબ જ વ્યવહારુ ઉકેલ ચેન્નઈ નજીક આવેલા ઇરોડમાં જોવા મળ્યો છે. અહીં રોટરી ક્લબ દ્વારા ‘મોબાઇલ સ્મશાન’ એટલે કે ફરતી સ્મશાનવાહિની શરૂ કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય એમ્બ્યુલન્સ નથી, આ વાહનમાં એલપીજી ગેસ જનરેટર અને લાઉડસ્પીકર સહિતની જરૂરી તમામ સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. તે સીધું જ પરિવારના ઘર પાસે કે ગામની નજીકની કોઈ ખાલી જગ્યાએ પહોંચી જાય છે.

માત્ર એક જ કલાકની અંદર સંપૂર્ણ વિધિ આદરપૂર્વક પૂરી કરવામાં આવે છે. ત્યારબાદ અસ્થિ સીધા પરિવારને સોંપી દેવામાં આવે છે. આખી પ્રક્રિયાનો ચાર્જ ૫૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે, ગરીબ પરિવારો અને ગામડાના લોકો માટે આ સેવા ખૂબ મોટી રાહત બની છે. શરૂઆતમાં માંડ એકાદ કોલ આવતા, પણ હવે રોજની ચારથી પાંચ ક્રિયાઓ આ રીતે થઈ રહી છે. પોતાના જ પ્રાંગણમાં સ્વજનને અંતિમ વિદાય આપી શકવાથી લોકોને આ દુખદ સમયમાં પણ એક માનસિક શાંતિ મળી રહી છે.