Loading Please Wait !!!
રાજકોટમાં ત્રણ વોર્ડમાં સફાઈ વ્યવસ્થા ઠપ્પ; પગાર નહીં તો કામ નહીં

વોર્ડ નં.13, 7, 2માં આજે સફાઈ નથી થઈ

કર્મચારીઓની હડતાળથી શહેરમાં ગંદકીનો ઢગલો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ નં. ૧૩, ૭ અને ૨માં સફાઈકર્મચારીઓએ કામ બંધ રાખતાં ગંદકીના ઢગલા સર્જાયા છે. માહિતી મુજબ, બિગલ રાજ કોન્ટ્રાક્ટર વિજય બિહારી અને પીજે રાઠોડ સામે સફાઈકર્મચારીઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી બાકી રહેલા પગાર ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કામગીરી પર પાછા ફરશે નહીં. કર્મચારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પીજે રાઠોડ દ્વારા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫થી તેમના પગારમાંથી દર મહિને ૩,૦૦૦ની કટકી કરવામાં આવી રહી છે, જેનાથી તેમની હાલત વધુ ખરાબ બની છે. ત્રણેય વોર્ડમાં સફાઈ કામગીરી બંધ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે, જે આરોગ્ય માટે પણ ખતરો બની શકે છે.