પૈસા ફેંકો ઓરી તમારો એક રીલના 76 લાખ લે છે !
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી, જેનું સાચું નામ ઓરહાન અવત્રામણી છે, લાંબા સમયથી તેની કમાણી અને પ્રોફેશનને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પૈસા કેવી રીતે કમાય છે. એક પોડકાસ્ટમાં ઓરીએ જણાવ્યું કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્ડ કન્ટેન્ટ તેની કમાણીનો મોટો હિસ્સો છે. એક રીલ માટે ૭૬ લાખ રૂપિયા સુધી તે પેમેન્ટ લે છે. ઉપરાંત, ઓરી પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે પણ મોટી ફી વસૂલે છે. ઇવેન્ટ્સમાં સામેલ થવા માટે તે ૧૫ લાખથી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની ફી ચાર્જ કરે છે. તેણે તેને ‘ખરીદી શકાય તેવા અનુભવ’ તરીકે વ્યાખ્યાયિત કર્યો.