Loading Please Wait !!!
કોકટેલ-2ને મળ્યું એડલ્ટ ફિલ્મનું સર્ટિફિકેટ

 

શાહિદ કપૂર, ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના અભિનીત ‘કોકટેલ ૨’ ૧૯ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. શાહિદ કપૂરની આ ફિલ્મને સેન્સર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું છે. આ સાથે જ ‘કોકટેલ ૨’ ક્રિતીની ૧૨ વર્ષની કરીઅરની પ્રથમ એડલ્ટ-રેટેડ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૫૦ મિનિટ લાંબી હશે. ‘કોકટેલ ૨’ ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોકટેલ’ની સીક્વલ છે. ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘કોકટેલ’માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ડાયનાએ આ જ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.