Loading Please Wait !!!
કોંગ્રેસના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતનો આવતીકાલે જન્મદિવસ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન)ના પ્રવક્તા અને લડાયક વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપૂતનો આજે જન્મદિવસ છે. ગીર સોમનાથ જિલ્લાના અનિડા ગીર ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રોહિતસિંહ રાજપૂતે વિદ્યાર્થી જીવનથી જ જાહેર પ્રશ્નો અને સામાજિક મુદ્દાઓ માટે સક્રિય ભૂમિકા ભજવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગ તથા કાયદાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ હાલમાં એલએલ.એમ.નો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૬થી તેઓ એનએસયુઆઈ સાથે જોડાયેલા છે અને વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા એનએસયુઆઈના ઉપપ્રમુખ અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કર્યા બાદ હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. રોહિતસિંહ રાજપૂતે વિદ્યાર્થી, યુવા, ખેડૂત અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને સતત વાચા આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ગેરરીતિઓ ઉજાગર કરવાથી લઈને વિદ્યાર્થીઓ પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો, ફી વધારો, માર્ગોની દુર્દશા તેમજ જનહિતના પ્રશ્નોને લઈને અનેક આંદોલનો અને રજૂઆતોમાં તેમણે સક્રિય નેતૃત્વ આપ્યું છે. છેલ્લા એક દાયકામાં તેમણે ૧૦૦૦થી વધુ જાહેર કાર્યક્રમો, આંદોલનો અને લોકહિતની પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રને સમાજના વિકાસનો આધાર માનતા રોહિતસિંહ રાજપૂત કોંગ્રેસ પક્ષની વિચારધારા અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહીને જનસેવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક, શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો તરફથી તેમને તેમના મો.૭૦૧૬૮૩૭૬૫૨ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.