Loading Please Wait !!!
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને જનસેવક હરિભાઈ ડાંગરનો જન્મદિવસ

સિટી ન્યૂઝ@રાજકોટ

૧૯૬૨ના રોજ ગામ નેસડા, જિ. જામનગર ખાતે જન્મેલા હરિભાઈ ડાંગર આજે સફળ જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરીને ૬૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. યુવાનીથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ જાહેર જીવનમાં સક્રિય બનેલા હરિભાઈ ડાંગરે વર્ષ ૧૯૯૦માં કોંગ્રેસના ગઢ ગણાતા જૂના વોર્ડ નં. ૭માં ભાજપની ત્રણ બેઠકો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી જનસેવાની અમૂલ્ય ફરજ નિભાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન વોર્ડના રહેવાસીઓમાં તેમણે વિશેષ લોકચાહના અને વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. મહાનગર પાલિકામાં માર્કેટ સમિતિ તથા રોશની સમિતિના અધ્યક્ષ તરીકે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તેમણે પોતાની જવાબદારીઓ નિષ્ઠા અને કાર્યકુશળતાથી નિભાવી હતી. તેમના ધર્મપત્ની જયાબેન હરિભાઈ ડાંગરે પણ વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર તરીકે જનસેવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.

છેલ્લા ૩૫ વર્ષથી જાહેર જીવનમાં ભાજપ પ્રત્યે અડગ વફાદારી જાળવી રાખી અનેક રાજકીય ચડતી-પડતી વચ્ચે પક્ષ અને સમાજ માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરનાર હરિભાઈ ડાંગરે ભાજપ પરિવાર, મતદારો, મિત્રો અને શુભેચ્છકોમાં વિશાળ ચાહના પ્રાપ્ત કરી છે. આ શુભ અવસરે હરિભાઈ ડાંગરને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સાથે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત લોકસેવાના યશ માટે શુભેચ્છાઓ. બાપલિયા હરિભાઈ ડાંગર ને તેમના જન્મદિવસ ની શુભકામના આપવા માટે મો.નં. ૯૯૭૪૩ ૪૩૬૪૩ પર શુભકામનાઓ ની વર્ષા થઈ રહી છે.