Loading Please Wait !!!
દિલ્હીમાં 5 માળની ઈમારત ધરાશાયી: 6 લોકોનાં મોત

=> નીચે દટાયેલા 12 મેડિકલ વિદ્યાર્થીનું રેસ્ક્યુ: 2ની હાલત ગંભીર

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દિલ્હીના સાકેત વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. શનિવારે સાંજે થયેલા આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે.પોલીસ અને બચાવ ટુકડીઓએ કાટમાળ નીચે દટાયેલા ૧૨ લોકોને બચાવ્યા, જેમાંથી ૧૦ ઘાયલોને AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨ લોકોની હાલત ગંભીર છે.દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અનંત મિતલે જણાવ્યું કે જ્યાં કાટમાળ પડ્યો હતો, ત્યાં મેડિકલ વિદ્યાર્થીઓની કેન્ટીન હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. NDRF, DDMA, ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે હજી પણ રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.