રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 પિસ્તલ, 4 કાર્ટિસ સાથે બે શખ્સપકડ્યા
- રસુલપરા અને દૂધની ડેરી વિસ્તારના શખ્સોની ધરપકડ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ પીસીબીએ વેપન કાર્ટેલ ગંગના ૨૦ લોકોની હથિયારો સાથે ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે પણ હવે ગેરકાયદે હથિયારો રાખનારાઓ ઉપર ધોંસ બોલાવી છે. જેના ભાગરૂપે બે શખ્સો પાસેથી કુલ ત્રણ હથિયારો કબજે કર્યા હતા.
રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચ પીઆઈ એ એસ ચાવડાની ટીમે વાવડી નજીકના રસુલપરા રોડ પરથી રસુલપરા રહીમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધને દેશી બનાવટની પિસ્તલ અને બે કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી દેશી
- બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટિસ કબજે કર્યા હતા. આરોપી રહીમે
- પોતે પોતે મજૂરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે. તેના વિરુદ્ધ
મારીમારી, આર્મ્સ એક્ટ, ધમકી આપવા સહિતના પાંચ ગુના નોંધાયેલા છે. ૨૦૨૨માં તેની પાસા પણ થઈ હતી. આ બંને હથિયારો ક્યાંથી લીધા તે અંગે હવે ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે તેમજ ક્રાઈમ બ્રાંચની બીજી ટીમે દૂધસાગર રોડ પર ગામેતી હોલની સામે મનહર સોસાયટી મેઈન રોડ પર રહેતા વસીમ ઉર્ફે શાહજાહ હબીબ કુરેશી ઉં.૩૦ને દેશી બનાવટની પિસ્તલ અને બે જીવતા કાર્ટિસ સાથે અમુલ સર્કલ નજીકથી ઝડપી લીધો હતો. ભંગારનો ડેલો ધરાવતા વસીમ સાગે આ અગાઉ મારામારી અને આર્મ્સ એક્ટ સહિત બે ગુના નોંધાયા છે.