સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ કરો; સાંજે 7 થી 12 વાગ્યા સુધી જ લારી-ગલ્લા ચાલવા જોઈએ ?
મહાપાલિકા-પોલીસ હાથ મિલાવે તો શહેર સુધરશે ?
ચાર મુખ્ય સૂચનો અને મુદ્દા:
=> રાજકોટમાં ‘ટ્રાફિકજામ’ હળવો કરવા પરિપત્ર તૈયાર કરવો જરૂરી
=> મુખ્ય માર્ગોને ‘નો વેન્ડિંગ’ ઝોન જાહેર કરવા જરૂરી
=> સાંજે ૭ થી ૧૨ વાગ્યા સુધી જ લારી-ગલ્લા ચાલવા જોઈએ
=> લારી-ગલ્લા ધારકોને ધંધા માટે દરેક વોર્ડમાં વૈકલ્પિક જગ્યા આપો : આડેધડ બંધ કરવું જરૂરી
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને માર્ગો પર થતી ગંદકીના કાયમી ઉકેલ માટે પાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કડક વલણ અપનાવવું જોઈએ ! પાલિકાએ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો અમલ કરી મુખ્ય રોડ પર લારી-ગલ્લા અને પથારા પર પ્રતિબંધ મૂકવો જોઈએ ! જ્યારે સાંજે ૭થી રાતે ૧૧ સુધી લારી-પથારા મૂકી વેપાર કરી શકાય તેવું કરવું જોઈએ ! જેથી ટ્રાફિકની સમસ્યા હળવી બને. સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ-૨૦૧૪ના પ્રકરણ-૩ના નિયમ-૧૪ હેઠળ ટાઇમ શેરિંગ પદ્ધતિ લાગુ કરવી જોઈએ જે અંતર્ગત લારી-ગલ્લા અને પથારાવાળા સાંજે ૭થી રાતે ૧૧ વાગ્યા સુધી જ વેપાર કરવાની મંજૂરી મળે. તે પછી તમારે લારી-સામાન હટાવી જગ્યા ખુલ્લી અને સાફ કરવાની રહેશે. તેનું ઉલ્લંઘન થશે તો દબાણ શાખા સામાન જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરશે. ટ્રાફિકને હળવો કરવા પાલિકા-પોલીસે સાથે મળી કામ કરવું જોઈએ. જેમાં મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા મૂકવા પર કાયમી પ્રતિબંધ હોવો જોઈએ !
લારી સિવાય ખુરશી અને ટેબલ, શેડ દૂર કરવાં પર ભાર !
તમામ ચાર રસ્તા કે જંક્શનથી ૩૦ મીટરની ત્રિજ્યામાં લારી-ગલ્લા અને દબાણ હટાવવાનાં રહેશે. વાહનોની સરળ અવર-જવર માટે દરેક સર્કલ-જંક્શન પર ડાબી બાજુનો રસ્તો ખુલ્લો રખાય. વળાંક પર નવા ડિવાઇડર, ફ્લેક્સિબલ બોલાર્ડ કે સ્પ્રિંગ પોસ્ટ લગાડાય. સ્ટ્રીટ વેન્ડર ધંધો કરવા એક જ લારી રાખી શકાય. ટેબલ, ખુરશી, શેડનાં દબાણ દૂર કરવાનાં રહેશે. વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટોને લેવલિંગ અને ફેન્સિંગ કરી સત્તાવાર બોર્ડ સાથે ખુલ્લા મૂકવા જોઈએ. ટ્રાફિકને નડતરરૂપ દબાણ કાયમી ધોરણે દૂર રહે તે માટે તમામ આસિ. મ્યુ. કમિશનર અને વોર્ડ ઓફિસરોએ નિયમિત ચેકિંગ કરવું જોઈએ.
વેન્ડિંગ ઝોન અને નોન વેન્ડિંગ ઝોન નક્કી થશે
પ્રાથમિક દ્રષ્ટિએ મુખ્ય રોડ દબાણમુક્ત કરવાનું નક્કી થવું જોઈએ ! ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન બાદ વેન્ડિંગ ઝોન-નોન વેન્ડિંગ ઝોન જાહેર કરી શકાય.
લારી-ગલ્લા ધારકોને ધંધા માટે વોર્ડમાં વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ
વેપારીઓને સાંજે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી જ વેપાર કરવાની છૂટ મળવી જોઈએ ! જોકે પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં વેન્ડિંગ ઝોન જાહેર કરવા જોઈએ. વેપારીઓ વર્ષોથી રોડ પર લારી-ગલ્લા અને પથારા ચલાવતા હોય તેઓ નજીકના અંતરિયાળ રોડ પર વેપાર કરી કરવા છૂટ આપવી જોઈએ. એટલું જ નહીં તેઓ અન્ય વોર્ડમાં પણ નક્કી કરેલી જગ્યાએ લારી કે પથારા કરી શકશે. આ તમામ બાબતો માટે વોર્ડ ઓફિસરને સત્તા સોંપવી જોઈએ !