Loading Please Wait !!!
રસ્તામાં કચરો ફેંકતા કે થૂંકતા લોકોના ફોટો પાડનારને ગિફ્ટ વાઉચર આપો !

રાજકોટને સ્વચ્છતામાં નંબર–૧ કેમ બનાવી શકાય

RAJKOT સ્વચ્છ રાજકોટ સુંદર રાજકોટ નંબર 1 અમારું લક્ષ્ય !

  • કચરો ફેંકતા કે થૂંકતા વ્યક્તિનો ફોટો પાડો અને મોકલો અમારા વોટ્સએપ નંબર પર

  • GIFT VOUCHER - ઈનામ તમારા માટે

  • શહેરને સ્વચ્છ રાખવામાં આપનો મહત્વનો ફાળો

  • યોગ્ય પુરાવા સાથે મોકલનારને આકર્ષક ગિફ્ટ વાઉચર

  •  સ્વચ્છતા જાળવીએ, સ્વસ્થ અને સુંદર રાજકોટ બનાવીએ

=> આપનો એક ફોટો, શહેરને સ્વચ્છ બનાવશે ! સ્વચ્છ રાજકોટ, ગર્વ આપણો

સિટી ન્યૂઝ@રાજકોટ

રસ્તામાં કચરો ફેંકનારા કે કારમાંથી થૂંકનારા લોકોનો ફોટો કોઈપણ નાગરિક ખેંચી લઈ જો કોર્પોરેશન આવી એપ તૈયાર કરે તો રાજકોટની ઘણો ફાયદો થઈ શકે તેમ છે. શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે, ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર આપવામાં આવે જેથી આ ગિફ્ટ વાઉચરના ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકે. ચાલુ કારમાં પણ કોઈ થૂંકશે તો નંબર પ્લેટના આધારે તેઓના ઘરે કોર્પોરેશન નોટિસ મોકલી દંડ વસૂલી શકે. સામાન્ય રીતે લોકભાગીદારી વધારવા માટેના પ્રયાસ કરી શકાય. કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરનારા લોકો સામે ખાસ અભિયાન કરવું જોઈએ જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ગંદકી કરતી દુકાનો, રેસ્ટોરન્ટ કે હોટેલોને દંડ કરી શકાય. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી પણ સ્થળ પર જ દંડ વસૂલી શકાય. પરંતુ આ અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય. સાથે જ લોકોને પણ આ પ્રવૃત્તિથી ફાયદો થાય તેવી વ્યવસ્થા પર કામ કરવું જોઈએ. લોકોને પણ ફાયદો થાય તે માટે વિવિધ મોટી શોપિંગ કંપનીઓ સાથે પણ એમઓયુ કોર્પોરેશન દ્વારા કરાઈ શકે છે.

=> ટેકનિકલ ઈશ્યૂ આડેધડ પાર્કિંગ, રોંગ સાઈડના ફોટા પણ મોકલી શકાશે

આ એપ્લિકેશનથી ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઈડમાં આવતા વાહનો, ગંદકી, કચરો સહિતના મુદ્દાઓને આવરી લેવા જોઈએ. લોકો જ્યાંથી પણ ફોટો લેશે તેમાં જીઓ ટેગિંગથી ઓટોમેટિક જ લોકેશન સેટ કરી જેથી લોકોએ અલગથી એડ્રેસ આપવાની જરૂર રહેશે નહીં. દંડની રકમ માટે આરટીઓને પણ આ અભિયાનમાં જોડે તો નિયમોનો ભંગ કરનારા વાહન માલિકોના ઘરે નોટિસ મોકલી શકે.

=> સ્વચ્છતા માટે લોકભાગીદારી જરૂરી

જનભાગીદારીથી દરેક પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય તે માટે ‘રાજકોટ કેમ’ એપ્લિકેશન તૈયાર થાય તો આ એપ્લિકેશન પર કોઈપણ વ્યક્તિ ફોટો અપલોડ કરી શકે જેના આધારે ગંદકી કરનાય લોકોને દંડ કરાશે, જો વાહન હશે તો નંબર પ્લેટના આધારે આરટીઓના માધ્યમથી નોટિસ મોકલાશે. ફોટો મોકલનારાને ગિફ્ટ વાઉચર આપવાનું રાજકોટ મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ.

=> કેવી રીતે મનપા કરી શકે ?

  • ■ રાજકોટ મનપા પહેલા ‘રાજકોટ કેમ’ એપ્લિકેશન બનાવે

  • ■ એપ્લિકેશનમાં પ્રજા ફોટો અપલોડ કરી શકે

  • ■ શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ગિફ્ટ વાઉચર આપે

  • ■ રિલાયન્સ કે અન્ય મોલ્સ જીવન જરૂરી વસ્તુઓ માટે ભાગીદારી કરે ગિફ્ટ આપવાનું નક્કી કરો