‘ખાન સર’ સામે FIR
> પટનામાં કોચિંગ ક્લાસ ફાયરીંગ પ્રકરણ
સિટી ન્યૂઝ@પટના
પટનામાં ખાન સરની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રો અનુસાર, કદમકુવા પોલીસ સ્ટેશનમાં ફૈસલ ખાન ઉર્ફે ખાન સર વિરૂદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી તેમની કોચિંગમાંથી ફાયરીંગનો વીડિયો સામે આવ્યા બાદ થઈ છે. જ્યારે ખાન સરનું કહેવું છે કે ગોળીબાર આત્મરક્ષા (સેલ્ફ ડિફેન્સ)માં કરવામાં આવ્યો હતો.
ખરેખરમાં, ૨ જૂનની રાત્રે પટના સ્થિત ખાન સરની કોચિંગ પર હુમલો થયો હતો. ઘટના દરમિયાન તેમના બોડીગાર્ડ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે પહેલાથી જ બંને બોડીગાર્ડ્સને ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે અને ખાન સરની પણ પૂછપરછ કરવામાં આવી છે. હવે પોલીસના નિવેદન પર નોંધાયેલી FIRમાં ખાન સરને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે.
હુમલાના દિવસે ખાન સરે પોલીસના ખૂબ વખાણ કર્યા હતા. હવે તેમણે કહ્યું કે પોલીસ મોડી પહોંચી. ગાર્ડના ફાયરીંગવાળા વીડિયો પર ખાન સરે કહ્યું, મારપીટ થઈ રહી હતી. મને ખબર હતી કે પોલીસને પહોંચવામાં સમય લાગશે. પોલીસ ત્યાં ઉડીને તો નથી પહોંચતી, એટલે અમે સેલ્ફ ડિફેન્સમાં ફાયરીંગ કર્યું હતું.
ગાર્ડ શા માટે રાખવામાં આવે છે જેથી જરૂર પડે ત્યારે લોકોને બચાવી શકે. જ્યાં સુધી પોલીસ નહોતી આવી ત્યાં સુધી એક બોડીગાર્ડે શું કરવું જોઈતું હતું. શું ગાર્ડસે કોઈના પર ફાયરીંગ કર્યું.
આ પહેલા ખાન સરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ ક્લાસરૂમમાં બાળકોને પોતાની કોચિંગ પર થયેલા હુમલા વિશે જણાવી રહ્યા છે. તેઓ સીસીટીવી ફૂટેજ બતાવીને બાળકોને કહી રહ્યા છે કે જે કોચિંગના ગાર્ડને લઈ જઈ રહ્યા છે તેની ધરપકડ હજુ સુધી થઈ નથી. મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ખાન સરે એમ પણ કહ્યું કે, જો ખાન ગ્લોબલ સ્ટડીઝ બંધ થઈ જશે તો આગામી ૬ મહિનામાં ઘણા કોચિંગ સંસ્થાઓની ફી એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી જશે.