ડી માર્ટ પ્રિમિયમ એક્સપાયરી માલની તારીખ બદલી ફરી વંચાણમાં મૂકે છે ?
બ્રાન્ડ નહીં ખેલ; પૂર્વ કર્મચારીએ વીડિયો બનાવી ગંભીર આરોપો લગાવ્યા
સસ્તા ભાવની આડમાં ચાલી રહેલા મોટા ખેલના આક્ષેપથી ખળભળાટ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સસ્તા ભાવે કરિયાણું અને ઘરવખરીનો સામાન વેચીને મિડલ ક્લાસ પરિવારોના ખિસ્સા ખાલી કરાવતા પ્રખ્યાત સુપરમાર્કેટ સ્ટોર ‘DMart’ની પોતાની હોમ બ્રાન્ડ Premia અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. પોતાને DMartનો પૂર્વ કર્મચારી ગણાવતા એક ભાઈએ વીડિયો બનાવીને એવા સનસનાટી આરોપો લગાવ્યા છે કે સામાન્ય ગ્રાહકોના હોશ ઉડી ગયા છે.
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે સામાનની ‘એક્સપાયરી ડેટ’ (વપરાશની અંતિમ તારીખ) પૂરી થઈ જાય એટલે સ્ટોર બંધ કરીને માલ ફેંકી દેવાને બદલે તેનું ‘રિ-પેકિંગ’ કરવામાં આવે છે અને તેના પર નવું ચમકતું સ્ટીકર મારીને ફરીથી વેચવા મૂકી દેવાય છે, જાણે કે જૂની વસ્તુ રાતોરાત નવી અને તાજી થઈ ગઈ હોય! આ વાયરલ વીડિયોમાં ખાસ કરીને કાજુ, બદામ અને પિસ્તા જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સની ગુણવત્તા સામે પણ મોટા સવાલો ઊભા કરવામાં આવ્યા છે, જેને જોઈને હેલ્થ કોન્શિયસ બનતી પબ્લિક અત્યારે માથું ખંજવાળી રહી છે.
જે ગ્રાહકો અત્યાર સુધી બ્રાન્ડના નામે આંખો બંધ કરીને ખરીદી કરતા હતા, તેઓ કટાક્ષમાં કહી રહ્યા છે કે પ્રીમિયમ નામે પ્રોડક્ટ વેચીને કંપની ગ્રાહકોને કેવો ચપટો સ્વાદ ચખાડી રહી છે તે હવે ખબર પડી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કથિત ખેલ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ કડક તપાસ કરે છે કે પછી કોર્પોરેટ કંપનીની આ ચમકતી માયાજાળ સામે હંમેશની જેમ આંખ આડા કાન કરી લેવામાં આવે છે.
DMart EXPOSED?
પૂર્વ કર્મચારીનો ગંભીર આરોપ!
“હું ખુદ DMart માં કામ કરતો હતો!”
-
જુનું STICKER હટાવીને ➔ નવું STICKER લગાવીને
⚠️ Expiry પછીનો માલ ફરી પેક કરી વેચાય છે?
-
Expiry પછી નવું STICKER
-
ડ્રાય ફ્રૂટ્સમાં ઈયળ નીકળતી છતાં વેચાય છે!
-
ખરાબ માલ ફરી પેક કરી Display થાય છે!
-
તમે પણ ભૂલથી ના ખરીદી બેસો!