Loading Please Wait !!!
રાજકોટને લાગી નજર !

રાજકોટના રૂબડિયાપરા વિસ્તારનો હત્યાનો ભેદ ઉકેલાયો

બહેન ઉપર નજર બગાડનાર જીગરજાન ભાઈબંધની હત્યા

ચા પીવાના બહાને લઈ જઈ બે શખ્સોએ સતત એક કલાક સુધી માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટનાં રૂબડિયાપરામાં રહેતાં અને કલર કામ કરતાં ઉમંગ રણજીતભાઈ જાગેલીયા (ઉ.વ.૨૩)ને પાડોશમાં રહેતો મિત્ર ચા પીવાના બહાને ટ્રાન્સપોર્ટ ઉપર ભગવતીપરા નદીના પટ્ટુમાં લઈ ગયા બાદ ત્યાં તેને ધોકા-પાઈપના આડેધડ દગા-ઝાંડી થી ઝીંકી પતાવી દીધો હતો. અફેર કે મૅસેજ કરવાના કારણે

ઉમંગની હત્યા કરાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉમંગ, તેના પિતા અને નાનો ભાઈ વિકાસ કલર કામ કરે છે. તેના પિતા રણજીતભાઈએ જણાવ્યું કે આજે બપોરે ઉમંગ જમીને ઘરે બેઠો હતો ત્યારે ૨.૩૦ વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા તેના મિત્ર અફતરનો નાનો ભાઈ નાસીર તેને ચા પીવાના બહાને ટૂ વ્હીલર પર બેસાડી ભગવતીપરા નદીના કાંઠે લઈ ગયો હતો. જ્યાં નાસીર ઉપરાંત તેના ફઈના પુત્ર આસીફ અને અજાણ્યા શખ્સે મળી ધોકા-પાઈપના આડેધડ ઘા ઝીંકી બેભાન કરી દીધો હતો. ત્યાર બાદ આસીફ અને નાસીર ઉમંગને ટૂ વ્હીલરની વચ્ચે બેસાડી તેના મકાનની કેટલી પાસે ફેંકી જવા લાગ્યા હતા આ ત્રણેય બાજુમાં પાનની દુકાન ધરાવતાં વિજયભાઈએ જોતાં બુમાબુમ કરી હતી.

રાજકોટમાં પતિએ અફેરનો વિરોધ કર્યો તો સજા આપી

પતિના અફેરની પત્નિને ખબર પડતા પત્નિએ લમધારી નાંખી !

પરિણીતાએ કહ્યું મારા પતિનુ દીકરીને ટ્યુશન આપનારી શિક્ષિકા સાથે અફેર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિ શિક્ષિકાના પ્રેમમાં પડતા પત્નીએ વિરોધ નોંધાવ્યો હતો. જેને કારણે પતિએ તેને માર માર્યો હતો. આ મારમારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાતી પરિણીતા સીસીટીવી વાયરલ કરી આજે મીડિયા સમક્ષ આવી ન્યાયની માંગ કરી છે. આ અંગે અગાઉ પાસ અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમાધાન કરી લીધું હતું અને ફરી

પતિ શિક્ષિકા સાથે જ કરતો હોવાથી વિરોધ નોંધાવતા શનિવારે એક કારખાનામાં પતિએ માર માર્યો હતો. આ અંગે પરિણીતાએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેને પતિ દ્વારા માર મારવામાં આવી રહી છે. આ પછી તો સારવાર લેવા માટે હોસ્પિટલ ગયા હતા. પતિ દ્વારા માર મારવામાં આવતો તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હવે મારો પતિ ધમકી આપી રહ્યો છે કે આ વિડીયો ડલીટ કરી નાખ નહીં તો તારા વિરુદ્ધ કાર્યવાહી કરી ૩ વર્ષ સુધી જેલમાં પુરાવી દીધી. પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મારી દીકરી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. આ સમયે પર્સનલ ટ્યુશન રાખ્યા હતા. જેમાં શિક્ષિકા મારી દીકરીને ભણાવવા આવતી હતી. મને એશિયાની જાણ થઈ ત્યારે મહિલા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

સાધુ વાસવાણી રોડ પર રહેતા ખખ્ખર પરિવારમાં ત્રણેયનાં મોત

લોહાણા પરિવારના 3 સભ્યોનો આપઘાત

આર્થિક સંકટામણમાં પગલું ભર્યું હોવાનું તારણ

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર અર્જુતા પાર્કમાં રહેતા પીઠબલુ શાહના નિવૃત ક્લાર્ક તેના પત્ની અને યુવાન પુત્રએ પોતાના ઘરે ઝેરી પાઉડર પી સામૂહિક આપઘાત કરી લેતા શહેરમાં સ્તબ્ધતા છવાઈ છે. પરિવારમાં કલ્પાત સર્જાયો છે. જાણ થતા યુનિર્સિટી પોલીસે તપાસ કરતા પરીવારે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભરી લીધાની શંકાએ તપાસ હાથ ધરી છે. પરંતુ બીજી તરફ રઘુવંશી સમાજ દ્વારા આ મામને મૃતદેહ સ્વિકારવા ઇન્કાર કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાધુવાણી રોડ પર અર્જુતા પાર્કમાં રહેતા દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (ઉ.૭૨) તેના પત્ની સ્મિતાબેન (ઉ.૬૫) અને ત઼ેવો પુત્ર નિશીત (ઉ.૩૨) તેના ઘેર હતા તે દરમ્યાન ઝેરી પાવડર પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમ્યાન સ્મિતાબેનનું મોત નિપજ્યુ હતું. તેમના જુવાનજોધ પુત્ર નિશીત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી કાર્યવાહી કરતા પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.