રાજકોટના મહિલા તબીબને છ દિવસ ડિજીટલ અરેસ્ટ કરી સાયબર માફિયાએ 12.90 લાખ પડાવ્યા
વધુ નાણા આપવા માટે ભાઈને વાત કરતા ભાંડો ફૂટ્યો : સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સીબીઆઈના નામે ઓળખ આપી મનીલૉન્ડરિંગ અને ફોડના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા તબીબને છ દિવસ ડિજીટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂ.૧૨.૯૦ લાખ પડાવી લીધા હતા. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા રેસિડેન્સીમાં રહેતા અને કેવડા વાડી મેઈન રોડ પર હોમિયોપેથી ક્લિનિક ધરાવતા મહિલા તબીબ ડૉ. રશ્મિબેન ગૌરંગકુમાર શુક્લા (ઉ.વ.૫૨) નામના તબીબ ગત તા. ૦૯/૦૭/૨૦૨૫ના રોજ તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ TRAIના સિનિયર એડવાઈઝરી ઓફિસર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, ડૉક્ટરના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈના ચેમ્બૂર ખાતેથી સિમકાર્ડ મેળવવામાં આવ્યું છે.
આ સિમકાર્ડથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ફોડ થયા હોવાનું કઈ, મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે દેવી સિંહ અને વિજય ખન્ના નામના શખ્સોએ વાત કરી વોટ્સએપ વિડિઓ કોલ કરી મનીલૉન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા ડૉક્ટરને પોલીસ ડિલચર્ન્સ સર્ટિફિકેટ આપવાનું બહાનું બતાવી, પવાર નામના વ્યક્તિ સાથે વાત કરાવી હતી. આરોપીઓએ કલાકે-કલાકે વિડિયો કોલ કરવાનો આદેશ આપી મહિલા તબીબને સતત પોતાના કબ્જામાં એટલે કે 'ડિજિટલ અરેસ્ટ'માં રાખ્યા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટ, સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડની વિગતો મેળવી લીધી હતી.
કોર્ટના ઓર્ડર અને આર.બી.આઈ.ના લેટરના નામે નાણાંં વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. ગભરાઈ ગયેલા ડોક્ટરે તબક્કાવાર બે અલગ-અલગ એકાઉન્ટમાં કટકે કટકે રૂ. ૧૨,૬૦,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા ત્યાર બાદ પણ ઠગ ટોળકીએ મ્યુચ્યુઅલ ફંડા નાણાંં વેરિફાઈ કરવા માટે વિફો કરાવવાની પ્રોસેસ ચાલુ રાખતા, મ્યુચ્યુઅલ ફંગમાં રજિસ્ટર ઈમેઈલ આઈડી ધરાવતા મહિલા ડોક્ટરના ભાઈને શંકા ગઈ હતી. ભાઈએ પૂછપરછ કરતા સમગ્ર ડિજિટલ અરેસ્ટ અને ફોડો મામલો સામે આવતા મહિલા તબીબે ફરિયાદ કરતા સાયબર ક્રાઈમી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.