Loading Please Wait !!!
આંદોલન અધિકાર છે, દમન નહીંઃ સુપ્રીમ કોર્ટ

  • પ્રદર્શન પર બળપ્રયોગ અયોગ્યઃ પ્રોટોકલ બનાવો
  • પોલીસ સાથે મારઝૂડ પણ ચિંતાજનક

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ એક બંધારણીય અધિકાર છે, જેને છીનવી શકાય નહીં. ફકત પ્રદર્શન કે આંદોલન થવાના આધારે પોલીસની ક્રૂરતા કે વધુ પડતી કડકાઈને યોગ્ય ઠેરવી શકાય નહીં.૨૦ જુલાઈએ જંતર-મંતર પર પોલીસ લાઠીચાર્જ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાત્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે કહ્યું કે પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર હમલા થવા એ ચિંતાની વાત છે અને સરકાર પાસેથી આ અંગે જવાબ માંગી શકાય છે.

હવે કોર્ટ મંગળવારે આ તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરશે. આ અરજીઓમાં આરોપ છે કે NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે અત્યાચાર કર્યો. આ અરજીઓ ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસદ માર્ચ સાથે સંબંધિત છે. કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈએ જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કરી હતી. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલેલા પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘણી વખત અથડામણ થઈ હતી.કેટલાક

પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, સંસદ તરફ કૂચ કરી. આ લોકો જંતર-મંતરથી સંસદ માર્ગ, જનપથ ચોક, વોર મેમોરિયલ, કર્તવ્ય પથ, વિજય ચોક થઈને સંસદની નજીક પહોંચી ગયા હતા. આ લોકોએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. મોડી સાંજે પથ્થરમારાની તસવીરો પણ સામે આવી. આમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા. જોકે, પોલીસે સાંજે ૫ વાગ્યા સુધીમાં જંતર-મંતર ખાલી કરાવી લીધું હતું. પરંતુ, રાત્રે લગભગ ૧૧ વાગ્યે CJP સમર્થકો જંતર-મંતર પહોંચ્યા અને ફરીથી પ્રદર્શન શરૂ કરી દીધું હતું.