નિતિન ગડકરી મેટા અને એક્સ પર કેસ કરી શકે છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હવે મેટા પ્લેટફોર્મ્સ, એક્સ અને ગૂગલ એલએલસી વિરુદ્ધ સિવિલ દાવો દાખલ કરી શકે છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે ગડકરીને ઇથેનોલ વિવાદ સંબંધિત AI-જનરેટેડ દીપફેક વીડિયો કરો ડરવાની મંજૂરી આપી છે.ગડકરીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે આ વીડિયોમાં તેમને ઇથેનોલ બ્લેended પેટ્રોલ પ્રાગ્રામ અને E20 પહેલ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યા છે.અજી મુજબ, આ બંને પ્રોજેક્ટ સંપૂર્ણપણે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના છે અને તેમાં ગડકરીની કોઈ ભૂમિકા નથી.આ મામલે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય તથા દૂરસંચાર મંત્રાલયને પણ પ્રતિવાદી
બનાવવામાં આવ્યા છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે આ મુકદ્દમાનો ઉદ્દેશ જાહેર ચર્ચા કે સરકારી નીતિઓની ટીકાને રોકવાનો નથી. અરજીમાં જણાવાયું છે કે તેઓ હેતુ જનતાને કોઈપણ સરકારી નિર્ણય પર નિષ્પક્ષ ચર્ચા કે ટીકા કરતા રોકવાનો નથી.ગડકરી દલીલ કરે છે કે સોશિયલ મીડિયા પરની સામગ્રી સંપૂર્ણપણે ખોટી, મનઘડત અને પ્રેરણાપૂર્ણ છે. અરજી મુજબ, અજાણ્યા લોકોએ AI વીડિયો દ્વારા એવી ખોટી ધારણા ફેલાવી કે ગડકરી અને તેમને પરિવાર EBP અને E20 પહેલથી લાભ મેળવી રહ્યો છે, ગડકરીએ કહ્યું કે આ આરોપો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે લગાવવામાં આવ્યા છે, જેથી એવું દર્શાવી શકાય કે તેમણે લાક્ષી લાભ માટે જાહેર પદોનો દુરૂપયોગ કર્યો છે.