લિવ-ઈનમાં કોઈ જવાબદારી હોતી નથી
- RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
- ભાગવતે કહ્યું: મન થાય ત્યાં સુધી સાથે રહે, મન ભરાઈ જાય પછી અલગ થાય: જીવનમાં લગ્ન શિસ્ત લાવે છે
- ઇથેનોલ ફ્યુઅલ વિવાદ દીપફેક વિડિયો સામે હાઈકોર્ટમાંથી મંજૂરી મળી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લગ્ન જીવનમાં શિસ્ત લાવે છે અને ધર્મ તથા જવાબદારીનો ભાવ પેદા કરે છે. તેનાથી વિપરીત, લિવ-ઈન સંબંધોમાં લોકો જવાબદારીથી બચીને ફક્ત સુખ ઇચ્છે છે.તેમણે સવાલ કર્યો કે તેના પરિણામો શું છે? લોકો જવાબદારી નથી ઇચ્છતા, ફક્ત ખુશી ઇચ્છે છે. જ્યાં સુધી મન થાય ત્યાં સુધી સાથે રહો અને જ્યારે મન થાય ત્યારે અલગ થઈ જાઓ. આમાં કોઈ જવાબદારી હોતી નથી. આવા સંબંધોના પરિણામો આપી દુનિયા જોઈ રહી છે. રવિવારે હૈદરાબાદમાં વિશ્વ મંગલ સભાના સમકાલીન માતૃત્વ કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે સમય સાથે બદલાવું પણ ભારતીય પરંપરાઓ એક ભાગ છે.આરએસએસ પ્રમુખે કહ્યું
કે એલજીબીટીક્યુ સમુદાય વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ આપણા સમાજનો જ એક ભાગ છે અને તેમને હીન ભાવનાથી જોવા ન જોઈએ.ભાગવતે કહ્યું કે આવા લોકો પણ આપણા સમાજમાં હાજર છે.માંથી કેટલાક જન્મજાત હોઈ છે, જેને પ્રકૃતિ નક્કી કરી છે. આવા કિસ્સાઓમાં ન તો સંબંધિત વ્યક્તિ અને ન કોઈ બીજું કઈ કરી શકે છે, કારણ કે તેઓ જન્મથી જ આવા હોય છે.જ્યારે, કેટલાક પાછળથી માનસિકતા કે શારીરિક યુકાબને કારણે સાથે આવે છે. તેમણે કહ્યું કે જ્યારે અમી દુનિયામાં આવા લોકો હાજર છે તો એવું કહી શકાય કે ભારતમાં આવું ક્યારેય નહોતું. આપણા સમાજમાં પણ આવા લોકો પહેલાથી જ હાજર રહ્યા છે અને આપણી પરંપરાએ તેમના અસ્તિત્વને સ્વીકાર્યું છે.