Loading Please Wait !!!
સંસદમાં હોબાળોઃ પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચા અટકી

  • વિદ્યાર્થીઓ સાથે મારપીટ મુદ્દે વિપક્ષ ચર્ચા પર અડગઃ સ્પીકરે કહ્યું, બધા પક્ષો સહમતિ બતાવે
  • ધર્મેન્દ્ર પ્રધાનનું NDA સાંસદોએ સ્વાગત કર્યું

સિટી ન્યૂઝ@નવીદિલ્હી

વિપક્ષના હોબાળાને કારણે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ પર બપોરે ૨ વાગ્યે ચર્ચા શરૂ થઈ શકી નહીં. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદો વેલમાં પહોંચી ગયા. વિદ્યાર્થીઓની મારપીટના મામલે ચર્ચાની માંગ કરવા લાગ્યા.સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને કહ્યું કે તમે ચર્ચા નથી ઇચ્છતા. ત્યારબાદ પ ગિનિટ સુધી હોબાળો ચાલુ રહ્યો. સ્પીકરે કહ્યું કે હું સાંજે ૫ વાગ્યા સુધીનો સમય આપું છું. સરકાર અને વિપક્ષી સાંસદો સહમતિ બનાવીને આવે.આ પહેલાં લોકસભા ૧૨ વાગ્યે, ૨ વાગ્યે અને પછી સાંજે પ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજસભાની પણ આવી જ સ્થિતિ રહી. સદનને ૨ વાર સ્થગિત કરવામાં આવ્યું.સવારે ૧૧ વાગ્યે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સદનમાં પેપર લીક સંબંધિત લોક પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. બીજી તરફ, પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

રાજીનામા બાદ સોમવારે પહેલીવાર સંસદ પહોંચ્યા. NDA સાંસદોએ તેમને શાલ અને મિથિલા પાઘ પહેરાવી સન્માનિત કર્યા અને સંસદ ભવનની અંદર સુધી લઈ ગયા. સાંસદોએ ધર્મેન્દ્ર પ્રધાન જિંદાબાદના નારા પણ લગાવ્યા. પ્રધાનને NEET પેપર લીક વિવાદ વચ્ચે ૨૫ જુલાઈએ રાજીનામું આપ્યું હતું. લોક પરીક્ષા સંશોધન બિલ પર ચર્ચા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટર્સ અનુસાર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન

દિજિજુએ ઘણા વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેમાં અખિલેશ યાદવ અને કેસી વેણુગોપાલ પણ સામેલ છે. તેમની વચ્ચેની વાતચીતની વિગતો સામે આવી નથી. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે વિદ્યાર્થીઓના પ્રદર્શન પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- અમિત શાહ ક્યાં છુપાયા છે? બિહારમાં AK-47 અને દિલ્હીમાં પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો? ગૃહ મંત્રીએ આનો જવાબ આપવો જોઈએ.

  • નવ સાંસદ પેપર લીક સુધાર બિલ પર સરકારનો પક્ષ રજૂ કરશે
  • રિજીજુએ કહ્યું, વિદ્યાર્થીઓના હિતવાળા બિલથી ધ્યાન ન ભટકાવે વિપક્ષ
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું, બિહાર અને બંગાળમાં વિદ્યાર્થીઓ સામે FIR નોંધવામાં આવી રહી છે
  • રાહુલ ગાંધીએ કહ્યું, દિલ્હીમાં પેલેટ ગન, બિહારમાં AK-47 ચલાવાઈઃ પીએમ માફી માંગે