PM મોદીની 21મે મંત્રી મંડળની બેઠક કેબીનેટમાં ફેરબદલીની અટકળો તેજ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : મોદી સરકારની મંત્રીમંડળની બેઠક ૨૧ મેના રોજ યોજવાની સંભાવના છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, સ્વતંત્ર પ્રભારવાળા કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને અન્ય કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ સામેલ થવાની અપેક્ષા છે. બેઠકમાં વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અલગ-અલગ પાસાઓ ઉપરાંત, મંત્રાલયો અને વિભાગોના કામકાજની સમીક્ષા કરવામાં આવી શકે છે. મોદી ૩.૦ સરકારના બે વર્ષ પૂરા થતા પહેલા કેબિનેટમાં સંભવિત ફેરબદલને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ સરકારે ૧૦ જૂન, ૨૦૨૪ના રોજ શપથ લીધા હતા. કેબિનેટનું વિસ્તરણ અને ફેરબદલ જૂનના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આ ઉપરાંત પીએમ બેઠકમાં બચતની અપીલ પર પણ ચર્ચા કરી શકે છે. ખરેખર પીએમએ ૧૦-૧૧ મેના રોજ બે રેલીઓમાં લોકોને ઈંધણ બચાવવા, સોનું ન ખરીદવાની અપીલ કરી હતી.