Loading Please Wait !!!
રિક્ષાચાલકની ડાયાબિટીસ પીડિત દીકરી માટે આર્થિક મદદની અપીલ

» ૧૪ વર્ષની ધોરણ ૯ માં ભણતી દીકરી ઘણા વર્ષોથી ગંભીર બીમારીનો શિકાર

» પતિ રિક્ષા ચલાવે છે અને પત્ની ઘરકામ કરીને ૩ બાળકોનું પૂરું કરે છે

» દીકરીના ભણતર, યુનિફોર્મ અને રોજના ઈન્જેક્શન માટે આર્થિક સહયોગની જરૂર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ૧ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ૧ નાના પરિવારમાં પતિ રિક્ષા ચલાવીને અને પત્ની લોકોના ઘરે ઘરકામ કરીને માંડ-માંડ પોતાના ૩ બાળકોનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં સૌથી મોટી પુત્રી ૧૪ વર્ષની છે, બીજી પુત્રી ૧૩ વર્ષની છે અને ૧ પુત્ર ૧૦ વર્ષનો છે. પરિવારની સૌથી મોટી ૧૪ વર્ષની પુત્રી હાલ ૯ માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે આ નાનકડી દીકરી ઘણા વર્ષોથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આ દીકરીને રોજેરોજ ઇન્જેક્શન લેવા પડે છે. ૧ તરફ મોંઘવારી અને બીજી તરફ દીકરીની બીમારીનો ખર્ચ, આ ગરીબ પરિવાર માટે મોટો પડકાર બની ગયો છે. હાલ આ દીકરીના ભણતર, સ્કૂલના યુનિફોર્મ અને તેના નિયમિત ઈલાજ માટે આર્થિક મદદની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. રિક્ષા ચલાવીને થતી આવકમાં રોજિંદા ખર્ચાઓ અને દવાઓનો ખર્ચ કાઢવો આ પરિવાર માટે અશક્ય બની રહ્યો છે.


આપની થોડી મદદ 1 દીકરીનું જીવન બદલી શકશે

આ દીકરીના ઈલાજ અને ભણતર માટે સમાજના દાતાઓને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. જે કોઈ સેવાભાવી લોકો આર્થિક મદદ કરવા ઈચ્છતા હોય તેઓ રોકડ કે બેંક મારફતે દાન આપી શકે છે. મેડિકલ રિપોર્ટ કે બેંક ડિટેલ માટે તેમજ વધુ માહિતી માટે રાજકોટના સામાજિક કાર્યકર રાજેશ કેસરીયાનો મોબાઇલ નંબર ૯૭૧૪૭ ૯૭૨૯૯ પર સંપર્ક કરી શકાશે. દાતાઓ ઈચ્છે તો તેમનું નામ ગુપ્ત પણ રાખવામાં આવશે.