Loading Please Wait !!!
રાજકોટમાં 1 થી 30 જૂન જનગણના 7375 કર્મચારીઓને ફરજ સોંપાઈ

=> વસ્તી ગણતરી કરવા ન ગયા તો 3 વર્ષની સજા


સિટી ન્યૂઝ@નવી દિલ્હી

રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી ૧ થી ૩૦ જૂન દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં કુલ ૭,૩૭૫ કર્મચારીઓ ફરજ બજાવશે. આ કામગીરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી કરવામાં આવશે, જે માટેની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર કે ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક વલણ અપનાવતા તંત્ર દ્વારા ૩ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં વસ્તી ગણતરી માટે ૪૨૦૦ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૧૮ વોર્ડમાં ૧૮ ચાર્જ અધિકારીઓ ફરજ સોંપવામાં આવી છે. મહાનગરપાલિકામાં ૧ થી ૩૦ જૂનનો ફર્સ્ટ ફેઇઝ છે તેમાં તમામ ૧૮ વોર્ડમાં પેરેલલ કામગીરી શરૂ કરવામાં આવશે. જે માટેની ટ્રેનિંગ ૧૫ મે થી શરૂ થશે. જેમાં સુપરવાઈઝર અને ફિલ્ડ ટ્રેનર હોય છે.

રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વસ્તી ગણતરી માટે ૪,૨૦૦ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. શહેરના ૧૮ વોર્ડમાં ૧૮ ચાર્જ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને ૧ થી ૩૦ જૂન દરમિયાન તમામ વોર્ડમાં સમાંતર કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે સુપરવાઈઝર અને ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ આજથી (૧૫ મે) શરૂ થશે.

જે કર્મચારીઓ ઓર્ડર મળવા છતાં હાજર રહેતા નથી અથવા ચાર્જ ઓફિસરને યોગ્ય પ્રતિસાદ આપતા નથી, તેમની સામે સેન્સસ એક્ટ ૧૯૪૮ની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૨ અને ૨૨૩ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી રાખવામાં આવી છે.