સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન સમૂહ યજ્ઞોપવિત સમારોહ સંપન્ન
=> ઇતિહાસમાં પ્રથમ વખત જરૂરિયાતમંદ 25 દીકરીઓના લગ્ન તથા 61 બટુકોની જનોઈનું એકસાથે આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ
હરીઓમ ફોજ દ્વારા રવિવારના સાંજે શીતલ પાર્ક નજીક બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન તથા સમૂહ જનોઈ ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ સહિતના સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય બ્રહ્મ સમાજનો ઇતિહાસમાં આ રીતનું આયોજન પ્રથમ વખત કરાયું હતું. નવયુગલોને અઢળક કરિયાવર અપાયો હતો અને કોઈ પણ પ્રકારની ફી લીધા વગર રવિવારની રાત્રે આશરે ૨૦,૦૦૦ થી વધુ ભૂદેવ પરિવારની હાજરીમાં સમૂહ લગ્ન સમૂહ લગ્ન સંપન્ન થયા હતા.
પૂજ્ય મુક્તાનંદ બાપુએ જણાવેલ કે સંગઠન હશે તો અશક્ય કામ અશક્ય થઈ શકશે ભાવ સાચો રાખજો. નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય હંમેશા સફળતાપૂર્વક સંપન્ન થાય છે તથા સાંસદ રામભાઈ મોકરીયા યુ ટ્યુબ પર નીતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ તથા સાઈરામ દવે મનીષભાઈ દિલ્હી તથા ઉદ્યોગપતિ વિપુલભાઈ મહેતા તથા સમૂહ લગ્નના મુખ્ય દાતા એવા શૈલેષભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમૂહ લગ્નમાં જોડાયેલી તમામ ૨૫ દીકરીઓને દાતાશ્રી શૈલેષભાઈ ભટ્ટ દ્વારા સોના ચાંદીના દાગીના તથા કપડા જેવી ભવ્ય કિંમતી વસ્તુઓ આપેલ દાતાર દ્વારા કરિયાવરમાં ૧૫૦ થી વધુ કિંમતી આધુનિક યુગની વપરાશ થાય તેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ લગ્ન પૂર્ણ થયે કિરણ રી ટ્રીટ રિસોર્ટ સાસણ દ્વારા તમામ વર કન્યા ને એક દિવસ માટે રિસોર્ટ માં ફ્રી માં ફરવા માટે નું પણ આ સાથે ફી કાર્ડ આપેલ આવી સુંદર વ્યવસ્થા ને અંતે આ જરૂરિયાતમંદ દીકરી ને ભારે રદય વજાવેલ એક સમયે વિદાય સમયે યુવાનોના આંખમાં આંસુ સમાયા ન હતા.
વિધર્મીઓના નિશાને બ્રાહ્મણો : પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકોર
મહંત શ્રી મુક્તાનંદ બાપુ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવેલ મુખ્ય મહેમાન તરીકે ભોપાલ ના પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકોર હાજર રહી તેમના પ્રવચનમાં જણાવેલ કે હવે સમય હિન્દૂ સમાજ એ જાગૃત થવાની તાતી જરૂર છે નહિતર લવ જેહાદ જેવા કિસ્સાઓ ભારતમાં બનતા રહેશે ખાસ કરી વિધર્મીઓના નિશાને બ્રાહ્મણો હોય છે બ્રાહ્મણો છે તો જ સનાતન ધર્મ ટકી રહ્યો છે બ્રાહ્મણોમાં શાસ્ત્ર અને શસ્ત્ર નું જ્ઞાન હોવાથી બ્રાહ્મણ હંમેશા સર્વશ્રેષ્ઠ છે અને રહેશે જ્યારે હાજર નીતીન જાની ઉર્ફે ખજૂર ભાઈએ બ્રહ્મ સમાજને એકત્રી થઈ આ રીતના ભવ્ય આયોજન કરવાની સલાહ આપી હતી