પીસીબીએ 17 સાગરીતો પાસેથી 34 હથિયાર-32 કાર્ટીસ જપ્ત કર્યા વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 હથિયાર સાથે ત્રણ શખ્સોની કરી ધરપકડ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ પીસીબીએ હથિયારોની હેરાફેરી કરતી વેપન કાર્ટેલ ગેંગ ઉપર રીતસરની ધૌસ બોલાવી હોય તેમ વધુ ૩ સાગરીતોને ૩ હથિયાર સાથે ઝડપી લીધા છે રાજકોટ પીસીબીની ટીમે અત્યાર સુધીમાં વેપન કાર્ટેલ ગેંગના ૧૭ સાગરીતોની ધરપકડ કરી ૩૪ હથિયાર અને ૩૨ જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. રાજકોટ પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયાની રહબરીમાં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે મિર્ઝાપરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજસરા, અનિલ વીરાભાઈ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી ૧૦ દેશી પિસ્તોલ, ૧ દેશી કટ્ટા, ૧ દેશી રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટીસ કબજે કર્યા હતા તે પછી વડ વાજદીના સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ સાથે, ગંજીવાડાના આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ઠેકાણિયાને ૨ પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા બાદમાં ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગીરી ગોસ્વામી, ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો પીહુભાઈ પાયર અને શ્યામ રાજુભાઈ પરમારની ધરપકડ કરી વધુ ૩ હથિયાર કબજે કર્યા હતા તે પછી અમરેલીના જીલુ ભુપતભાઈ બારૈયા અને ચોટીલાના અતરાજ અનકભાઈ પાયરને ઝડપી લઈ વધુ બે દેશી પિસ્ટલ અને બે દેશી કટ્ટા કબજે કર્યા હતા બાદમાં ગત શનિવારે થાનગઢના યશપાલસિંહને બે દેશી બનાવટની પિસ્ટલ અને એક દેશી કટ્ટા સાથે ઝડપી લીધા હતા તે પછી આ ગેંગ દ્વારા ઈસ્યુ કરાયેલા વધુ ૩ હથિયારો સાથે ૩ શખ્સોને પીસીબીએ ઝડપી લીધા છે પીસીબીની ટીમે ચોટીલાના ખેરડીના કિશોર ઉર્ફે ભગત વ્રજભાઈ કોભિયા, ચોટીલાના વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાંકળિયા અને રાજકોટની માલધારી સોસાયટીમાં રહેતા સાવન કેશુભાઈ ડાભીની ધરપકડ કરી છે.