હાવજના જડબામાંથી માલઢોરને છોડાવવા ગયેલ પશુપાલકને જ સિંહે દબોચી લીધો
- ભાવનગરમાં ફરી સિંહના હુમલાની ઘટના
સિટી ન્યૂઝ@ભાવનગર
જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક પશુ ચરાવી રહેલા પશુપાલક પર સાંજના સમયે સિંહે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયવાયેલા પશુપાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક પશુપાલકોમાં ભારે ફાળ પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોર તાલુકાના ટોડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ગૌચરણમાં આવી ચડેલા સિંહે પોતાના માલઢોર ચરાવી રહ્યા હતા. એ જ સમયમાં અચાનક આવી ચડેલા સિંહે સિંહના કે સિંહના ટોળામાંથી છૂટા પડીને તેમના એક પશુ પર હુમલો કરી દીધો હતો. પોતાના પશુને સિંહના જડબામાંથી બચાવવા માટે વિજયભાઈ વચ્ચે પડ્યા હતા અને શ્વાસોશ્વાસ જંગમાં સિંહેને ભગાડવાનો પ્રવાસ કર્યો હતો.
પરંતુ, પશુને છોડીને સિંહે સીધો
વિજયભાઈ બાલિયા પર જ હુમલો કરી દીધો હતો. સિંહના અચાનક થયેલા હુમલામાં વિજયભાઈના શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસથી લોકો એકઠા થઈ ગયા અને ઇજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પાલીતાણાની જાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના અંગે પાલીતાણા વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો દોડી ગયો હતો. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો અને ખાસ કરીને સિંહોના માનવ વસવાટ તરફના આંટાફેરા અને હમલા વધી રહ્યા છે. વારંવાર થતા જીવલેણ હુમલાઓથી પશુપાલકોમાં ભય અને રોષનો માહોલ છે. આગામી વન વિભાગ પાસે સિંહોનું યોગ્ય લોકેશન ટ્રેક કરવા અને માલધારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે.