Loading Please Wait !!!
કામ જોઈએ તો કપડાં ઉતારો: બોલિવુડની કાળી હકીકત

અભિનેત્રીઓનો ખુલાસો: ઓડિશન નહીં, શરમજનક સોદા માંગવામાં આવ્યા

ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝ લઈને પોતાનું મૌન તોડી ચૂકી છે

  • લવીના ટંડન: સાઉથ ફિલ્મમાં રોલ માટે વધુ ફીનું લાલચ આપી કોમ્પ્રોમાઈઝ કરવાની માંગ કરવામાં આવી હતી. અભિનેત્રીએ આ ઓફરનો વિરોધ કર્યો હતો.

  • દિવ્યાંકા ત્રિપાઠી: કરિયરમાં મોટો બ્રેક મેળવવા માટે ડિરેક્ટર સાથે રહેવાનું દબાણ કરાયું હતું. દિવ્યાંકાએ આવી માંગણીઓનો સ્પષ્ટ નકારી દીધી હતી.

  • મદાલસા શર્મા: મીટિંગ દરમિયાન અસભ્ય રસ દાખવતા લોકોને જોઈ અસ્વસ્થ અનુભવ્યો હતો. તેમણે તરત જ આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું.

  • સ્નેહા જૈન: ફિલ્મ ઓફર બાદ ડિરેક્ટર સાથે કોમ્પ્રોમાઈઝ કરવાની શરત મુકાઈ હતી. અભિનેત્રીએ આ પ્રકારની માંગણીઓનો ખુલાસો કરીને ઇન્ડસ્ટ્રીનું કડવું સત્ય બહાર લાવ્યું.

  • કિશ્વર મર્ચન્ટ: એક હીરો સાથે સૂવાની માંગણી થતાં તેમણે મીટિંગ અધવચ્ચે જ છોડી દીધી હતી. તેમણે કોઈપણ પ્રકારના સમાધાનને સ્વીકાર્યું નહોતું.

  • આરાધના શર્મા: સ્ક્રિપ્ટ રીડિંગ દરમિયાન તેમની સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ થયો હતો. તેમણે તેને વિરોધ કરીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું.

  • જેસ્મિન ભસીન: ઓડિશન દરમિયાન ડિરેક્ટરે મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. જેસ્મિને સમજદારી અને હિંમતથી પરિસ્થિતિમાંથી પોતાને બચાવ્યા હતા.

  • આંચલ ખુરાના: ઇન્ડસ્ટ્રીમાં કોમ્પ્રોમાઈઝ ન કરનાર કલાકારોને રિપ્લેસ કરી દેવામાં આવે છે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઇન્ડસ્ટ્રીના દબાણભર્યા વાતાવરણ પર સવાલો ઉઠાવ્યા હતા.

તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ સંહિતા ઉગલેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ૨૨ વર્ષની આ અભિનેત્રીના આ પગલાથી દરેક વ્યક્તિ ચોંકી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંહિતા ડિપ્રેશનમાં હતી. તેના ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે કાસ્ટિંગ એજન્ટો સંહિતાને હેરાન કરી રહ્યા હતા. બીજી તરફ, સંહિતાના સુસાઈડ પછી અભિનેત્રી આંચલ ખુરાનાએ પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કાળા સત્ય પરથી પડદો ઉઠાવતા કહ્યું કે, “જો તમે કોઈની સાથે સૂવો નહીં, તો તમને રિપ્લેસ કરી દેવામાં આવે છે.” જોકે, ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝને લઈને પોતાનું મૌન તોડી ચૂકી છે. કાસ્ટિંગ કાઉચના આ ખુલાસાઓ માત્ર ગ્લેમર ઇન્ડસ્ટ્રીનું કડવું સત્ય જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને સન્માન અંગે પણ ગંભીર સવાલો ઉભા કરે છે. અનેક અભિનેત્રીઓએ હિંમતપૂર્વક પોતાના અનુભવો જાહેર કરીને આ ઇન્ડસ્ટ્રીના અંધારા પાસાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. આવા બનાવો સામે કડક કાર્યવાહી અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી સમયની માંગ છે. પ્રતિભા અને મહેનતના આધારે તક મળવી જોઈએ, કોઈપણ પ્રકારના દબાણ કે શોષણના આધારે નહીં. ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ સર્જાય ત્યારે જ નવા કલાકારોના સપનાઓને સાચી ઉડાન મળી શકશે.

ફરહાના ભટ્ટે કાસ્ટિંગ કાઉચનો સમાન કર્યો

રોલ માટે ફાર્મહાઉસમાં રહેવું પડશે : અભિનેત્રીનો ખુલાસો

બાણપમાંમાં સગાંવહાલાં મહેણાં-ટોણાં મારતા હતા કે આ પરિવારની ઈજ્જત ખરાબ કરી દેશે. પિકનિક પર લઈ જતા પહેલાં માથા પર દુપટ્ટો રાખવાની શરત રાખવામાં આવતી હતી અને તેને તિરસ્કાર સહન કરવો પડતો હતો. કરિયરના શરૂઆતના દિવસોમાં ફરહાનાને એક મહિલાએ બોલિવુડ ફિલ્મનો ભ્રમ આપીને મુંબઈ બોલાવી. તેમને જણાવવામાં આવ્યું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને રહેવાની વ્યવસ્થા હોટલમાં કરવામાં આવી છે. પરંતુ મુંબઈ પહોંચતા તેને હોટલને બદલે એક કથિત ડિરેક્ટરના ઘરે લઈ જવામાં આવી. મોડી રાત સુધી તેને ત્યાં જ બેસાડી રાખવામાં આવી. ધીમે ધીમે તેને અહેસાસ થયો કે કંઈક ગડબડ છે. ફરહાનાએ જણાવવું કે રાત્રે તેને એક કોન્ટ્રાક્ટ વાંચવા માટે આપવામાં આવ્યો. તેમાં એવી શરતો હતી કે કલાકારોએ એક-બે અઠવાડિયા સુધી ડિરેક્ટરના ફાર્મહાઉસ પર રહેવું પડશે.

ગોલમલ રિટર્ન, ગુડન્યૂઝ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અંજના સુબાની કહે છે

ફિલ્મો હાથમાંથી નીકળી જાય તો તેના કરતા અંગ પ્રદર્શન કરવું શું ખોટું ?

મે વાપસ આઉંગી" માં દેખાતી અંજના સુબાનીએ તાજેતરમાં ફિલ્મોમાં થઈ રહ્યો અન્ય અને કલાકારોએ ફિલ્મો શા માટે કરવી કે શા માટે છોડી દેવી જોઈએ તે વિશે સ્પષ્ટ નિવેદન આપ્યું છે અને કહ્યું કે ક્યારે ના ન પાડવી. ફિલ્મો હાથમાંથી સરકી જાય તેના કરતા ફિલ્મની જે જરૂરિયાત હોય તે શરીર પ્રદર્શિત કરવું. એમ કહ્યું અંજના ની ૪.દટેક અભિનેતા પોતાની શૈલી પ્રમાણે કામ કરે છે. તેમના પોતાના નિયમો હોય છે. સલામ-એ-ઈશ્ક, ગોલમલ રિટર્ન્સ અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અંજના સુબાની કહે છે, "આ ઉદ્યોગમાં કામ કરીને મેં એક વાત શીખી છે કે ક્યારેય ના ન કહેવું. મારે હરપં પહેલી વાર આવી ત્યારે મેં ધનિ ક્ષણો ન કરવાનો નિર્ણય લીધો હતો. સમય જતાં, મને સમજાયું છે આ વસ્તુઓ ફિલ્મમાં ફરજ પાડવામાં આવતી હતી.