Loading Please Wait !!!
નાના વેપારીઓની રેંકડી જપ્ત મોટા ધંધાર્થીઓને ખુલ્લી છૂટ

રાજકોટમાં પોલીસનો ‘ડબલ રોલ’ : આવારા તત્વો જ્યાં અડિંગો જમાવે છે ત્યાં તો બધુંય ખુલ્લું હોય છે

  • પોલીસ કહે તો વેપારીઓ બંધ કરી દે છે તો જપ્ત કેમ કરી?

  • દારૂ, ડ્રગ્સના અદ્દા સુરક્ષિત : નાના ધંધાર્થી ભયમાં!

ગૃહમંત્રીએ વેપારીઓને ધંધો કરવા 24 કલાકની છૂટછાટ આપી હતી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં રવિવારે રાત્રે નાના ધંધાર્થીઓ પર પોલીસની કાર્યવાહીથી રોષ ફાટી નીકળ્યો છે. રસ્તા પર રેંકડી-લારી ચલાવી રોજીરું ગુજરાત ચલાવતા વેપારીઓની રેંકડીઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી, જેને

કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત સરકારના ગૃહમંત્રી દ્વારા ૨૪ કલાક વેપારની છૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં રાજકોટમાં પોલીસ દ્વારા નાના વેપારીઓને જ નિશાન બનાવવામાં આવતા સવાલો ઊભા થયા છે.

વેપારીઓનું કહેવું છે કે તેઓ રોજનું કમાઈને ખાવા વાળા લોકો છે, છતાં એમને જ હેરાન કરવામાં આવે છે. બીજી તરફ શહેરની મોટી હોટલો અને રેસ્ટોરન્ટમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે કોઈ કાર્યવાહી ન થતા પોલીસના વલણ પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે. રવિવારના

દિવસે અનેક પરિવારો નાસ્તા અને ફરવા નીકળે છે, ત્યારે નાના વેપારીઓને બંધ કરાવવાથી જનતા પણ પરેશાન થઈ રહી છે. આ મામલે નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની આ કાર્યવાહી સામે ન્યાયની માંગ ઉઠી રહી છે.