નદીમાં ડૂબી જતા 10 લોકોના મોત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં શુક્રવારે હક્કલુ નદીમાં છીપલાં વીણવા ગયેલા એક જ પરિવારના ૧૦ જણના મૃત્યુ થયાં હતાં. એમાં ૭ મહિલા હતી. પોલીસના કહેવા અનુસાર શિરાલી ગામમાંથી લગભગ ૧૪ જણ નદીમાં છીપલાં વીણવા માટે ઊતર્યા હતા. જોકે એ જ દરમ્યાન અચાનક નદીના પ્રવાહમાં તીવ્રતા વધી જતાં લોકો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.
પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે કેટલાક લોકો નદીમાં કૂદ્યા હતા. આ ઘટનામાં માત્ર ત્રણ જ જણ ઊગરી શક્યા હતા. એક જ પરિવારના ૧૦ જણ પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટનાના ૨૪ કલાક પછી પણ એક વ્યક્તિનો કોઈ પત્તો નહોતો મળ્યો.